ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 : ધોરણ 11 થી કોલેજ તથા માસ્ટર ડીગ્રી કરતા વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023, જાણો શિષ્યવૃત્તિની વિગતવાર માહિતી @digitalgujarat.gov.in

Digital Gujarat Scholarship 2023 : ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ SC/ST/OBC વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આવશે એવી જાહેરાત કરવામાં આવી છે, SC/ST/OBC દરેક વિદ્યાર્થીએ તારીખ 22/09/2023 થી 05/11/2023 સુધીમા Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
મિત્રો આપણે આજે આર્ટીકલમાં ઓનલાઈન ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 વિશે તમામ માહિતી મેળવીશું. તમને કોઈ પણ ફોર્મ ને લગતી સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના પોસ્ટ વાંચવા વિનંતી.
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023
યોજનાનું નામ | યોજના લાભાર્થી | છેલ્લી તારીખ | સત્તાવાર વેબસાઇટ | |
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 | SC/ST/OBC જાતિ વિદ્યાર્થીઓને | 05/11/2023 | https://www.digitalgujarat.gov.in/ |
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 માટે કોણ અરજી કરી શકે છે?
ધોરણ 11 થી કોલેજ તથા માસ્ટર ડીગ્રી કરતા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે.
ગુજરાત ડિજિટલ સ્કોલરશીપની અરજી કઈ રીતે કરવી ?
ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માંગતા વિદ્યાર્થીઓ નીચે આપેલ સ્ટેપ દ્વારા ઘરે બૈઠા ઓનલાઇન ફોર્મ ભરી શકે છે
- ડિજિટલ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ખોલો
- મેનુ બારમાં ઉપલબ્ધ “ નોંધણી ” વિકલ્પ પર ક્લિક કરો
- નોંધણી ફોર્મ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાય છે જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો
- હવે કેપ્ચા કોડ દાખલ કરો અને સેવ વિકલ્પ પર ક્લિક કરો
- તમને ઇમેઇલ અથવા SMS દ્વારા પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો
- “પુષ્ટિ કરો” વિકલ્પ પર ક્લિક કરો.
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટેના ડોક્યુમેન્ટની યાદી
ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ જેઓ ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના નો લાભ લેવા માંગે છે તે ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટની યાદી નીચે આપેલ છે.
- જાતિ પ્રમાણપત્ર
- આધાર કાર્ડની નકલ
- બેંક પાસબુકનું પ્રથમ પૃષ્ઠ
- વર્તમાન અભ્યાસક્રમના વર્ષની ફીની રસીદ
- અગાઉની શૈક્ષણિક માર્કશીટનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર
- બ્રેક એફિડેવિટ (જો બ્રેક ગેપ એક વર્ષથી વધુ હોય તો)
- હોસ્ટેલ પ્રમાણપત્ર (માત્ર હોસ્ટેલર વિદ્યાર્થી માટે)
- આવકનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી)(સરકારી કર્મચારી માટે ફોર્મ નં. 16 જરૂરી)
- શાળા છોડવાનું પ્રમાણપત્ર
- શાળા/કોલેજનું વર્તમાન વર્ષનું બોનાફેડ પ્રમાણપત્ર
અગત્યની તારીખો
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 22/09/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05/11/2023 |
મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર વેબસાઈટ | https://www.digitalgujarat.gov.in/ |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |