CSMCRI Gujarat Recruitment 2024: કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થાની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

CSMCRI Gujarat Recruitment 2024: કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થાની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

CSMCRI ગુજરાત ભરતી 2024 | સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024

  • સંસ્થા : કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા
  • અરજી માધ્યમ : ઓનલાઇન
  • અરજી શરૂઆત તારીખ ; 12 એપ્રિલ 2024
  • અરજી છેલ્લી તારીખ : 23 એપ્રિલ 2024
  • સત્તાવાર વેબસાઈટ : https://www.csmcri.res.in/

જરૂરી તારીખો

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થાની આ ભરતીની નોટિફિકેશન 12 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 12 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા પ્રોજેક્ટ એસોસિયેટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને માસિક રૂપિયા 25,000 થી 31,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી તમે ફ્રીમાં અરજી કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ફોર્મ ભરાઈ ગયા બાદ લાયકાત ધરાવતા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટે ઇમેઇલ આઈડી – sarala@csmcri.res.in છે.

અરજી કરવા માટે જરૂરી લિંક

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો