Valsad || વલસાડ જિલ્લાનો પરિચય સંપૂર્ણ માહિતી

Valsad || વલસાડ જિલ્લાનો પરિચય સંપૂર્ણ માહિતી

વલસાડ જિલ્લાની સ્થાપના

વલસાડ જિલ્લો એ તા. ૧ લી મે ૧૯૬૦ માં ગુજરાત રાજયની સ્થાપના થઈ,ત્યારે તે સુરત જિલ્લાનો ભાગ ગણાતો હતો. તા. ૧ લી જુન ૧૯૬૪ થી સુરત જિલ્લાનું વિભાજન થતાં વલસાડ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. આ જિલ્લાની રચના ગુજરાતનાં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવી હતી.

વલસાડ નું પ્રાચીન નામ

વલસાડનું જૂનું મૂળ નામ ન્યગ્રોધપુર (ન્યગ્રોધ એટલે વડ) હતું. અહીં કદાચ વડ અને સાલનાં વૃક્ષોનાં જૂથ કે જંગલ હશે; એટલે ‘વટસાલ’ ઉપરથી ‘વલસાડ’ અપભ્રંશ થયું હોય એમ જણાય છે.

વલસાડ જીલ્લામાં 6 તાલુકા આવેલા છે.

1). વલસાડ

2). પારડી

3). ધરમપુર

4). ઉમરગામ

5). કપરાડા

6). વાપી

વલસાડ જિલ્લા વિશેષ જાણો

  • ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. (નવસારી)
  • સૌથી વધુ શહેરી પુરુષ સાક્ષરતા અને સૌથી વધુ શહેરી સ્ત્રી સાક્ષરતા ધરવતો જિલ્લો.
  • “હફૂસ કેરી” અને “ચિકુ”ના ઉત્પાદનમાં વલસાડ ગુજરાતમાં પ્રથમ ક્રમે છે.
  • ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના “કપરાડા” ખાતે પડે છે.
  • વલસાડના તીધરા ગામ ખાતે દેશમાં પ્રથમ વાઇ-ફાય વિલેજની શરૂવાત કરાઇ હતી.
  • વલસાડ દક્ષિણ ગુજરાતનાં બગીચા તરીકે ઓળખાય છે.
  • સમગ્ર ભારતમાં એકમાત્ર સુતેલું શિવલિંગ એટલે તક્તેશ્વર મંદિર આ જીલ્લામાં આવેલું છે.
  • વલસાડ જીલ્લામાં આવેલા ઉનાઈ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે.
  • ગુજરાતની છેલ્લી સરહદ ભીલાડ આર.ટી.ઓ ચેકપોસ્ટ છે. જે આ જીલ્લામાં આવેલ છે.

વલસાડ જિલ્લાની મુખ્ય નદીઓ

  • ઔરંગા
  • કોલક
  • પાર
  • દમણગંગા

વલસાડ જિલ્લાના મુખ્ય બંદરો

  • કોલક
  • મરોલી
  • ઉમરગામ
  • ઉમરસાડી
  • વલસાડ

યુનિવર્સિટી

  • વનસેવા મહા વિધ્યાલય, બિલપૂડી, જી. વલસાડ

વલસાડ જિલ્લા જાણો

વલસાડ શહેર

પ્રાચીન નામ : વલ્લરખંડ

  • ઔરંગા નદીના કિનારે વસેલું છે.
  • અહીં પશ્ચિમ રેલવેના સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર આવેલું છે.
  • વલસાડના ચિકું અને સાગ પ્રખ્યાત છે.
  • અહીં ચંદ્રિકા માતાનું મંદિર જાણીતું છે.

તિથલ

  • દરિયા કિનારે આવેલું પર્યટન સ્થળ છે.
  • અહીં સાંઈબાબાનું ભવ્ય મંદિર આવેલું છે.

ઉદવાડા

  • “પારસીઓનું કાશી” તરીકે ઓળખાય છે.
  • ઉદવાડાની અગિયારી ભારતના પારસીઓનું મુખ્ય તીર્થસ્થળ છે.
  • પરાસીઓ તેમની સાથે લાવેલ પવિત્ર અગ્નિ (આતશ બહેરામ) હજુ પણ પ્રજાલિત છે. અહીં તે અગ્નિનું મંદિર ફાયર શો ટેમ્પલ (ઈરાનશાહ ટેમ્પલ) આવેલું છે.


ઉમરગામ

  • દરિયા કિનારે આવેલું કુદરતી સૌદર્ય ધરાવતું વિહરધામ જ્યાં ફીલ્મોના શૂટિંગને કારણે “વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો” નો વિકાસ થયો છે.
  • વૃંદાવન ફિલ્મ સ્ટુડિયોમાં રામાનંદ સાગર નિર્મિત રામાયણ ટી.વી સિરિયલનું સમગ્ર શૂટિંગ થયું હતું.
  • ગુજરાત વિધાનસભાની છેલ્લી સીટ ઉમરગામ છે.
  • ગુજરાતનું છેલ્લું રેલ્વે સ્ટેશન ઉમરગામ છે.

પારનેરા

  • શિવાજી મહારાજના આરાધ્યદેવી ભવાની માતાનું મંદિર આવેલું છે.

કપરાડા

  • ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે.
  • ગુજરાતનો સૌથી વધુ વરસાદ આ તાલુકામાં પડે છે. બીજા નંબરે ધરમપુરમાં પડે છે.

વાપી

  • વાપી “ઔધ્યોગિક નગરી” તરીકે ઓળખાય છે.
  • કસ્તૂરભાઈ લાલભાઈએ સ્થાપેલું ‘અતુલ’ નું કારખાનું વાપીમાં આવેલું છે. જે રંગ રસાયણ અને દવાઓનું ઉત્પાદન કરે છે.

ધરમપુર

  • લેડી વિલ્સન મ્યુઝિયમઅહી આવેલું છે.
  • કવિ મકરંદ દવેનો ‘નંદીગ્રામ આશ્રમ’ ધરમપુરમાં આવેલો છે.
  • પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ નું જન્મ સ્થળ ભદેલી ગામ, તા. ધરમપુર (જન્મ તારીખ : 29 ફેબ્રુઆરી 1896)

જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

  • વલસાડ જિલ્લાની રચના કયા વર્ષે થઈ ? : ઇ.સ 1966માં
  • વલસાડ જિલ્લો કયા જિલ્લામાંથી અલગ થયો છે ? : સુરત જિલ્લામાંથી
  • વલસાડ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? 6 (વલસાડ, ધરમપૂર, વાપી, પારડી કપરાડા, ઉમરગામ)
  • વલસાડ જિલ્લાની પૂર્વ અને દક્ષિણમાં કયા રાજયની સરહદ આવેલી છે ? : મહારાષ્ટ્ર રાજયની
  • વલસાડ જિલ્લાની કઈ બાજુ અરબ સાગર આવેલો છે ? : પશ્ચિમ
  • વલસાડ જિલ્લાની ઉત્તરે ? : નવસારી જિલ્લો
  • વલસાડ જિલ્લાનું પ્રાચીન નામ ? : વલ્લર ખંડ
  • વલસાડ જિલ્લાના ઉમરગામમાં કયો જાણીતો સ્ટુડિયો આવેલો છે ? : વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો
  • વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે ? : ઔરંગા
  • વલસાડ જિલ્લો કયા ભગવાનની ભૂમિ છે ? : પરશુરામ ભગવાનની
  • હફૂસ કેરી અને ચીકુના ઉત્પાદનમાં વલસાડ જિલ્લાનું ગુજરાતમાં સ્થાન ? : પ્રથમ
  • પારસીઓનું પવિત્ર તીર્થધામ ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે ? : વલસાડ
  • ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે ? : કોલક નદીના
  • વલસાડ જિલ્લામાં સાઈબાબાનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ? : તિથલના દરિયા કિનારે
  • વલસાડ જિલ્લામાં આવેલ ‘વાપી’ ને બીજા કયા નામથી ઓળખાય છે ? : ઔદ્યોગીક નગરી
  • . રંગ રસાયણના ઉદ્યોગ માટે જાણીતી કંપની ‘અતુલ’ કયા જિલ્લામાં આવેલી છે ? : વલસાડ જીલ્લામાં
  • અતુલ કંપનીના સ્થાપક ? : કસ્તૂરભાઈ લાલભાઈ
  • “ગુજરાતનું ચેરાપુંજી” તરીકે કોને ઓળખવામાં આવે છે ? : ધરમપૂરને (વલસાડ જિલ્લો)
  • ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર ‘મકરંદ દવે’ એ ધરમપૂરમાં સ્થાપેલ આશ્રમ કયો છે ? : નંદીગ્રામ આશ્રમ
  • વલસાડ જિલ્લામાં ‘અંબિકા નદી’ પર કયો ડેમ બંધવામાં આવ્યો છે ? : મધર ઈન્ડિયા ડેમ
  • વલસાડના જંગલોમાં મળી આવતું લાકડું ? : વલસાડી સાગ
  • ગુજરાતમાં પશ્ચિમ રેલેવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર કયા જિલ્લામાં સ્થિત છે ? : વલસાડ જીલ્લામાં
  • વલસાડ જિલ્લામાં આવેલ યુનિવર્સિટી ? : વનસેવા મહાવિદ્યાલય
  • જ્યારે પારસી ઈરાનથી વલસાડ જિલ્લામાં આવેલ સંજાણ બંદરે ઉતાર્યા ત્યારે ત્યાં રાજા કોણ હતો ? : જદીરાણા

Leave a Comment