Navoday Admission 2024: જવાહર નવોદય વિદ્યાલયમા ધોરણ 6 મા પ્રવેશ ફોર્મ શરૂ: ભારતના તમામ રાજ્યોમાં જવાહર નવોદય વિદ્યાલયો આવેલી છે. આ વિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે ધોરણ 5 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. અને આ ફોર્મ ભર્યા પછી તેમની પરીક્ષા લેવામાં આવે છે. અને આ પરીક્ષામાં પાસ થઈને મેરીટ માં આવેલા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલયમાંમાં પ્રવેશ મળે છે. અને પ્રવેશ સાથે અભ્યાસ તથા હોસ્ટેલની સુવિધા ફ્રીમાં મળે છે. ત્યારે આ Navoday Admission 2024 ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો તમારા બાળકો તથા તમારી આજુ બાજુના બાળકોને આ Navoday Admission 2024 માટે જાણ કરો. વધુ માહિતી માટે નીચે મુજબ જરૂરી માહિતી જોઈએ.
Navoday Admission 2024
પરીક્ષાનુ નામ | જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ |
પરીક્ષા આયોજન | નવોદય વિદ્યાલય સમિતિ (JNV) |
પ્રવેશ ધોરણ | ધોરણ ૬ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૧૦ ઓગષ્ટ ૨૦૨૩ |
પરીક્ષા તારીખ | ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ |
ઓફીસીયલ વેબસાઇટ | navodaya.gov.in |
પરીક્ષા માધ્યમ | ગુજરાતી/હિન્દી/અંગ્રેજી |
નવોદય પ્રવેશ પરીક્ષા ઓનલાઇન ફોર્મ ભરવાની રીત
નવોદય વિદ્યાલય ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ સતાવાર ડીટેઇલ નોટીફીકેશન ડાઉનલોડ કરી તેમા જરુરી સૂચનાઓ અને નિયમો વાંચી લેવા અને નીચે મુજબ ના સ્ટેપ મુજબ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.
- સૌથી પહેલા નવોદય વિદ્યાલય ની સતાવાર વેબસાઇટ Navodaya.gov.in ઓપન કરો.
- ત્યાર બાદ આ વેબસાઇટ પર હોમ પેજ પર Click here to submit online application form for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2024 Option પર ક્લીક કરો.
- ફોર્મ ઓનલાઇન ભરવાનુ શરુ કરતા પહેલા જે ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના છે તેવા જરુરી ડોકયુમેન્ટ સ્કેન કરી તેને નિયત સાઇઝમા સ્કેન કરીને તૈયાર રાખવા.
- ત્યાર પછી વિદ્યાર્થીનુ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
- રજીસ્ટ્રેશન કર્યા પછી વિદ્યાર્થીની જરુરી માહિતી એન્ટર કરવાની રહેશે.
- ત્યાર પછી જરુરી ડોકયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
- જરુરી તમામ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ અરજી ફોર્મ ફાઇનલ સબમીટ કરી પ્રીન્ટ આઉટ લઇ વિદ્યાર્થીએ પોતાની પાસે સાચવી રાખવી.
નવોદય પ્રવેશ પરીક્ષા ડોકયુમેન્ટ લીસ્ટ
- જે શાળામા અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યએ આપેલુ નિયત નમુનાનુ સહિ સિક્કાવાળુ પ્રમાણપત્ર
- વિદ્યાર્થીનો ફોટો
- વાલીની સહિ
- વિદ્યાર્થીની સહિ
- આધાર કાર્ડ/ રહેણાંક પ્રમાણપત્ર
- ઉપર મુજબના તમામ ડોકયુમેન્ટ સ્કેન કરી JPEG ફોરમેટમા 10-100 kb ની સાઇઝમા ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. માટે એ મુજબ સ્કેન કરવા.
અગત્યની લીંક
નવોદય વિદ્યાલય સતાવાર વેબસાઇટ: અહિંં ક્લીક કરો
ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક (ટૂંક સમયમાં): અહિંં ક્લીક કરો
આચાર્યએ આપવાનુ પ્રમાણપત્ર નમુનો PDF: અહિંં ક્લીક કરો
અગત્યની તારીખો
ઓનલાઇન ફોર્મ શરુ થયા તારીખ ટૂંજ સમયમા શરૂ થશે.
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 10-08-2023
પરીક્ષા તારીખ: 20-01-2024