CNG Bike Power: આવી રહી છે દેશની પહેલી CNG Bike,પેટ્રોલની ઝંઝટથી મેળવો મુક્તિ

CNG Bike Power: તમારા માટે સૌથી સારા સમાચાર છે. મોંઘવારીના માર અને વધતા જતા પેટ્રોલના ભાવનો આવી ગયો છે તોડ. શોર્ટ ટાઈમમાં માર્કેટમાં આવી શકે છે સીએનજી બાઈક. જીહાં, વર્ષોથી ટુવ્હીલરમાં ડિલ કરતી શાનદાર કંપની લાવી રહી છે સીએનજી બાઈક. લોકો જાણવા માગે છે કે શું આCNGબાઈકસામાન્યમોટરસાઈકલની જેમ કામ કરશે કે પછી તેમાં કોઈ ફરક હશે. સીએનજી બાઇક કેવી રીતે કામ કરશે અને તેની શક્તિ કેટલી હશે તે અંગે લોકોમાં ઉત્સુકતા છે. આજે અમે તમને આ પ્રશ્નોના જવાબો આપીશું.પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે આજકાલ લોકો CNG પર ચાલતા વાહનો ખરીદવાનું પસંદ કરે છે.

દેશની પહેલી CNG Bike કરાશે લોન્ચ: આવી રહી છે દેશની પહેલી CNG Bike,પેટ્રોલની ઝંઝટથી મેળવો મુક્તિ- CNG Bike Power

કઈ કંપની દેશની પહેલી CNG બાઈક કરશે લોન્ચ –

બજાજ કંપનીના એમડી રાજીવ બજાજે આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં સીએનજીથી ચાલતી બાઇક બજારમાં આવી શકે છે. આ સમાચાર સામે આવ્યા બાદ લોકોમાં આ મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો જાણવા માગે છે કે શું આ CNG Bike Power સામાન્ય મોટરસાઈકલની જેમ કામ કરશે કે પછી તેમાં કોઈ ફરક હશે. સીએનજી બાઇક કેવી રીતે કામ કરશે અને તેની શક્તિ કેટલી હશે તે અંગે લોકોમાં ઉત્સુકતા છે. આજે અમે તમને આ પ્રશ્નોના જવાબો આપીશું.

CNG બાઇક કેવી રીતે કામ કરશે ?

CNG બાઇક સામાન્ય મોટરસાઇકલની જેમ કામ કરશે. સામાન્ય મોટરસાઇકલની જેમ, પેટ્રોલ પાઇપ દ્વારા એન્જિનમાં જાય છે અને ઓક્સિજન સાથે બળીને ઊર્જા ઉત્પન્ન કરે છે. આવી જ સિસ્ટમ CNG બાઇકમાં પણ હશે. સીએનજી પાઇપ દ્વારા એન્જિનમાં જશે અને ઓક્સિજનના સંપર્કમાં આવ્યા બાદ બળી જશે, જે એન્જિનને પાવર આપશે.

સેફ્ટીનું ટેન્શન-

સીએનજી બાઈકમાં સલામતીની ચિંતા થઈ શકે છે કારણ કે હવામાં ગેસ લીક ​​થવાની ઉચ્ચ સંભાવના છે. તેથી, આ માટે બાઇકમાં અલગ સલામતી પગલાં ઉમેરી શકાય છે. એવું પણ બની શકે કે CNG બાઇકમાં પેટ્રોલ ટાંકી સિવાય CNG સ્ટોર કરવા માટે અલગ ગેસ સિલિન્ડર આપવામાં આવે. હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ બાઇક સંપૂર્ણપણે CNG પર ચાલશે કે પેટ્રોલની સાથે CNGનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે.- CNG Bike Power

કેવું હશે દેશની પહેલી સીએનજી બાઈકનું મોડલ?

CNGની કિંમત પેટ્રોલ કરતા ઓછી છે. તેથી લોકો પૈસા બચાવે છે. CNG વાહનો તરફ લોકોના વધતા રસને જોતા હવે CNG પર ચાલતી બાઈક પણ બજારમાં આવવા જઈ રહી છે. બજાજ ટૂંક સમયમાં દેશની પ્રથમ CNG સંચાલિત બાઇક લોન્ચ કરવા જઈ રહી છે. પહેલા આ બાઇકને 2025માં લોન્ચ કરવાની વાત હતી, પરંતુ હવે કંપની તેને જલ્દી જ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. એવી પણ માહિતી સામે આવી છેકે, આ બાઈકનો લૂક મોટેભાગે હાલ પલ્સર બાઈકનો જે લૂક છે બિલકુલ એના જેવો જ રાખવામાં આવશે. એટલેકે, એમ સમજોકે, હવે પ્લસર બાઈક સીએનજીમાં આવી રહી છે. ત્યાર બાદ ડિસ્કવર બાઈક પણ સીએનજી મોડલમાં લોન્ચ થઈ શકે છે. કંપની હાલ આ વેરિયન્ટ પર કામ કરી રહી છે- CNG Bike Power

ક્યારે બજારમાં લોન્ચ થશે સીએનજી બાઈક ?

જો બધુ સમુુસુધરું પાર પડશે તો શોર્ટ ટાઈમમાં એટલેકે, આગામી 6 થી 8 મહિનામાં આ બાઈક ગુજરાત સહિત દેશની સડકો પર ફરતી દેખાશે. સીએનજી પંપ પર બાઈક પર કઈ રીતે ગેસ ભરી શકાશે અને શું આનાથી કોઈ જોખમ રહેશે કે કેમ..એ તમામ મુદ્દાઓ પર હાલ કંપની રિસર્ચ કરી રહી હોવાની વાત પણ સામે આવી છે. જોકે, હજુ સુધી કંપનીએ બાઈકના મોડલ અને લોચિંગની ડેટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે સ્પષ્ટતા કરી નથી.

CNG બાઇકમાં કેટલી તાકાત હોય ? – CNG Bike Power

તમે જોયું જ હશે કે CNG વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ કરતાં ઓછી શક્તિ હોય છે. સીએનજી વાહનોના પીકઅપમાં તફાવત છે. તમે CNG બાઈકમાં પણ આ જ વસ્તુ જોઈ શકો છો. CNG બાઈક સામાન્ય પેટ્રોલ બાઈક કરતા ઓછી પાવર જનરેટ કરી શકે છે.