Rishabh Pant will not play IPL:સૂત્રોએ કહ્યું- NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી

Rishabh Pant will not play IPL:સૂત્રોએ કહ્યું- NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી

રિષભ પંતના હજુ સુધી IPL રમવા માટે ફિટનેસ ક્લિયરન્સ નથી મળ્યું. દિલ્હી કેપિટલ્સે પંતનો ફિટનેસ રિપોર્ટ માંગ્યો હતો, પરંતુ હજુ સુધી ટીમ મેનેજમેન્ટને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) તરફથી કોઈ જવાબ મળ્યો નથી. IPL 22 માર્ચથી શરૂ થશે.

Rishabh Pant દિલ્હીની ટીમમાં પણ સમાવેશ કરાયો નથી

જો સૂત્રોનું માનીએ તો, ફિટનેસ ક્લિયરન્સ ન મળવાને કારણે દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને હજુ સુધી તેની ટીમમાં સામેલ કર્યો નથી. જોકે, ટીમ મેનેજમેન્ટ BCCIને પંતને એકસ્ટ્રા પ્લેયર તરીકે ટીમમાં રાખવાની વિનંતી કરી શકે છે.

Rishabh Pant ડિસેમ્બર 2022થી ક્રિકેટથી દૂર છે

ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમ્યા બાદથી પંત ક્રિકેટથી દૂર છે. 31 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીથી રૂરકી જતી વખતે તેનો અકસ્માત થયો હતો. જે બાદ તેના જમણા પગના ઘૂંટણ પર ત્રણ સર્જરી કરવામાં આવી હતી. તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સ્વસ્થ થઈ રહ્યો છે.

Rishabh Pant ગયા અઠવાડિયે બેંગલુરુમાં NCA દ્વારા આયોજિત પ્રેક્ટિસ મેચમાં રમ્યો હતો. આમાં તેણે બેટિંગ કરી હતી. તેણે ટીમ ઈન્ડિયા સાથે નેટ્સ પર પણ બેટિંગ કરી છે.

દિલ્હી કેપિટલ્સના કો-ઓનરે પણ કહ્યું હતું- પંત કેપ્ટન બનશે

ડીસી ટીમના કો-ઓનર પાર્થ જિંદાલે પણ કહ્યું હતું કે પંત IPLની શરૂઆતની મેચ રમશે. તે પહેલા હાફમાં વિકેટકીપિંગ નહીં કરે. તેણે બેટિંગ શરૂ કરી દીધી છે, તે વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે. આઈપીએલ પહેલા તે ફિટ થઈ જશે.

ગાંગુલીએ કહ્યું હતું- રિપોર્ટ 5 માર્ચે મળશે

દિલ્હી કેપિટલ્સ (DC) ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પંત ફિટ છે અને IPL રમી શકે છે. NCA તેનો ફિટનેસ રિપોર્ટ 5 માર્ચે આપશે. જો કે 9 માર્ચ સુધી પણ પંતનો રિપોર્ટ આવ્યો ન હતો.

નવી આવનાર તમામ પ્રકારની અપડેટ્સ મેળવવા અમારી વેબસાઇટ examoneliner.com ની મુલાકાત લેતાં રહો આભાર.