LPG Cylinder Price:મહિલા દિવસ પર PM મોદીની મહિલાઓને મોટી ભેટ,LPG સિલિન્ડરના ભાવમાં રૂ.100 ઘટશે

Today LPG Cylinder Price:મહિલા દિવસ પર PM મોદીની મહિલાઓને મોટી ભેટ,LPG સિલિન્ડરના ભાવમાં રૂ.100 ઘટશે

LPG Cylinder Price : આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s day)ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ભેટ આપી. જે હેઠળ સરકાર દ્વારા LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરશે એવો નિર્ણય લઇને મોદી સાહેબનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ માટે જીવન સરળ બનાવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે જે તમે PM મોદીની નીચે આપેલ ટ્વિવિટ જોઇ શકો છો.

LPG Cylinder Price:મહિલા દિવસ પર PM મોદીની મહિલાઓને મોટી ભેટ,LPG સિલિન્ડરના ભાવમાં રૂ.100 ઘટશે

PM મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર અમે LPG સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 100ની છૂટ આપવાનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. આમ, વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના એક્સ એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે અને મહિલાઓના હિતમાં આ પગલાં લેવાની વાત કરી છે.

LPG સિલિન્ડરની કિંમતમાં આ ઘટાડો થશે ત્યારે કરોડો પરિવારોનો આર્થિક બોજ ઘટશે

વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે. આ પગલું પર્યાવરણની સુરક્ષા કરવામાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે.

હવે LPG સિલિન્ડરની કિંમતમાં થશે ઘટાડો

પીએમના આ મોટા પગલાથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાંધણ એલપીજીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થવાથી ઘણા શહેરોમાં કિંમતોમાં ઘટાડો થશે. જો આપણે શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં ઘરેલુ એલપીજીની કિંમત 903 રૂપિયા છે અને 100 રૂપિયાના ઘટાડા બાદ તેની કિંમત 803 રૂપિયા થઈ જશે. જ્યારે મુંબઈમાં LPGની કિંમત 902.50 રૂપિયા છે અને હવે તેની કિંમત 802.50 રૂપિયા થશે. જ્યારે કોલકાતામાં LPGની કિંમત 1000 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયા છે. પરંતુ નવી કિંમતો આવ્યા બાદ આ શહેરોમાં એલપીજીની કિંમત અનુક્રમે 900 રૂપિયા અને 818.50 રૂપિયા થઈ જશે.

આમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ LPG સિલિન્ડર (રાંધણ ગેસ સિલિન્ડરના) LPG Cylinder Price ભાવમાં ઘટાડો કરીને દેશની મહિલાઓને મોટી ભેટ આપી છે.

નવી આવનાર તમામ પ્રકારની અપડેટ્સ મેળવવા અમારી વેબસાઇટ examoneliner.com ની મુલાકાત લેતાં રહો આભાર.