હરીશ સાલ્વે કોણ છે જેમણે 68 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા?

હરીશ સાલ્વે કોણ છે જેમણે 68 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા?

હરીશ સાલ્વે કોણ છે જેમણે 68 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા?

દેશના મોટા ગજાના વકીલ અને ભૂતપૂર્વ સોલિસીટર હરીશ સાલ્વેએ લંડનમાં તેમના ત્રીજા લગ્નની જબરજસ્ત પાર્ટી આપી હતી, જેમાં નીતા અંબાણી, લલિત મોદી, સુનિલ મિત્તલ સહિત દેશ-વિદેશના ખ્યાતનામ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. હરીશ સાલ્વેએ દેશ-વિદેશના અનેક હાઇપ્રોફાઇલ કેસ લડ્યા છે. તેઓ મોટેભાગે લંડનમાં જ રહે છે અને ત્યાંથી કામગીરી માટે ભારત આવ-જા કરતા હોય છે.

હરીશ સાલ્વેની પહેલી પત્નીનું નામ મીનાક્ષી હતું. લગ્નના 3 દાયકા બાદ તેમણે વર્ષ 2020માં પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા. તેમને સાક્ષી અને સાનિયા નામની 2 દીકરીઓ પણ છે. આ પછી તેમણે વર્ષ 2020માં લંડન સ્થિત આર્ટિસ્ટ કેરોલિન બ્રોસાર્ડ સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે ડિવોર્સ લીધા બાદ તેમણે હવે ભારતીય મૂળની બ્રિટિશ નાગરિક ટ્રિના સાથે ત્રીજીવાર લગ્ન કર્યાં છે.

હરીશ સાલ્વે કોણ છે જેમણે 68 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા?

હરીશ સાલ્વે વર્ષ 1999થી 2002 સુધી દેશના સોલિસિટર જનરલ હતા. તેમને 2015માં પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો હતો. 2015માં જ હરીશ સાલ્વે સલમાન ખાનનો 2002નો હિટ એન્ડ રનનો કેસ લડ્યા હતા જ્યાં તેને જામીન અપાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેઓ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડ્યા હતા. આ સિવાય તેઓ વોડાફોનના ટેક્સ બાબતના કેસ, રિલાયન્સ ગેસ વિવાદમાં અંબાણી તરફથી લડી ચૂક્યા છે. તેમજ યોગગુરૂ બાબા રામદેવ મામલે દિલ્હી સરકારનો પક્ષ કોર્ટમાં રજૂ કરી ચુક્યા છે. કેન્દ્ર સરકારે તેમને વન નેશન વન ઈલેક્શનની આઠ સભ્યોની સમિતિમાં સામેલ કર્યા છે.

હરીશ સાલ્વેના લગ્નમાં હાઇપ્રોફાઇલ સેલિબ્રિટિઝનો જમાવડો જોવા મળ્યો હતો. અંબાણી, મિત્તલ-હિન્દુજા જેવા દેશના ટોપના બિઝનેસમેનો સહિત આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી પણ તેમની ગર્લફ્રેન્ડ ઉજ્જવલા સાથે જોવા મળ્યા હતા. જેના ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે.

22 જૂન 1955ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા સાલ્વે મૂળ નાગપુરના છે. તેમના દાદા પીકે સાલ્વે પણ પીઢ ક્રિમિનલ લોયર રહી ચૂક્યા છે. તેમના પિતા એનકેપી સાલ્વે પણ કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ પણ હતા. તેમના માતા અંબ્રિતી સાલ્વે ડૉક્ટર હતા. તેમણે તેમની વકીલ તરીકેની કારકિર્દી 1980થી શરૂ કરી હતી. વર્ષ 1992માં તેમને સીનિયર એડવોકેટની પદવી મળી. વર્ષ 1999માં તેમને સોલિસીટર બનાવાયા હતા.

વિશ્વના સૌથી મોંઘા વકીલમાં તેમની ગણના થાય છે. એવું કહેવાય છે કે એક કેસ લડવાની તેઓ 4.5 લાખ રૂપિયા ફી લે છે. અવનવા ગેજેટ્સ, મોંઘી ગાડીઓના તેઓ શોખીન છે. પિયાનો વગાડવો, બેન્ટલી કાર ચલાવવી અને પુસ્તકો વાંચવા એ તેમની મનપસંદ પ્રવૃત્તિઓ છે.

Harish Salve Weds for Third Time: હરીશ સાલ્વેએ 68 વર્ષની વયે ત્રીજા લગ્ન કર્યા છે. વર્ષ 2020ની શરૂઆતમાં તેણે કેરોલિન બ્રોસાર્ડ સાથે લગ્ન કર્યા હતા. ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને દેશના દિગ્ગજ વકીલ હરીશ સાલ્વેએ 68 વર્ષની વયે ત્રીજા લગ્ન કર્યા છે. આ વખતે તેણે લંડનમાં ત્રિના નામની મહિલા સાથે લગ્ન કર્યા છે.

દેશના પૂર્વ વકીલ હરીશ સાલ્વેએ 68 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા છે. હરીશ સાલ્વેની ત્રીજી પત્નીનું નામ ટ્રીના છે. ટ્રીના મૂળ બ્રિટિશ છે. આ પહેલા હરીશ સાલ્વેએ તેમની પહેલી પત્ની મીનાક્ષીને છૂટાછેડા આપ્યા બાદ વર્ષ 2020માં કેરોલિન બ્રોસાર્ડ સાથે લગ્ન કર્યા હતા. જો કે, કેરોલિન સાથેના તેમના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં.

હરીશ અને ટ્રીનાએ લંડનમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં અનેક પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી. IPLના કમિશનર રહેલા લલિત મોદી પણ હરીશ સાલ્વેના લગ્નમાં મહેમાન હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નીતા અંબાણી અને ઉજ્જવલા રાઉત પણ લગ્નમાં જોવા મળ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા સાલ્વે ઘણા હાઈ-પ્રોફાઈલ કેસોમાં વકીલ રહી ચૂક્યા છે.હરીશ સાલ્વે એવા વકીલ પણ હતા જેમને કાળિયાર શિકાર કેસમાં ત્રણ દિવસમાં સલમાન ખાનને આગોતરા જામીન મળ્યા હતા. આટલું જ નહીં વોડાફોન, મુકેશ અંબાણી, રતન ટાટા અને ITC હોટેલ્સના કેસ પણ લડ્યા છે. હરીશ સાલ્વેએ પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા પામેલા કુલભૂષણ જાધવનો કેસ પણ લડ્યો હતો. આ માટે સાલ્વેએ ભારત સરકાર પાસેથી માત્ર 1 રૂપિયા ફી લીધી હતી.

Leave a Comment