BEL Recruitment 2023: સરકારી કંપની બેલમાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર કાયમી નોકરીનો મોકો, પગાર ₹ 90,000 સુધી

BEL Recruitment 2023 | Bharat Electronics Limited Recruitment 2023

સંસ્થાનું નામભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://bel-india.in/

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા 22 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08 ઓગસ્ટ 2023 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની), ટેક્નિશિયન, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, જુનિયર સુપરવાઈઝર તથા હવલદારની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની)રૂપિયા 24,500 થી 90,000 સુધી
ટેક્નિશિયનરૂપિયા 21,500 થી 82,000 સુધી
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરરૂપિયા 21,500 થી 82,000 સુધી
જુનિયર સુપરવાઈઝરરૂપિયા 24,500 થી 90,000 સુધી
હવલદારરૂપિયા 20,500 થી 79,000 સુધી

લાયકાત:

મિત્રો, BELની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની)ડિપ્લોમા ઈન એન્જીનીયરીંગ તથા અન્ય
ટેક્નિશિયન10 પાસ + ITI તથા અન્ય
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરસ્નાતક
જુનિયર સુપરવાઈઝર10 પાસ તથા અન્ય
હવલદાર10 પાસ તથા અન્ય

પસંદગી પ્રક્રિયા:

BEL ઇન્ડિયાની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • સ્કિલ ટેસ્ટ
  • પુરાવાઓની ચકાસણી

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર BELની આ ભરતીમાં એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની)ની 06, ટેક્નિશિયનની 10, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની 05, જુનિયર સુપરવાઈઝરની 01 તથા હવલદારની 03 જગ્યાઓ ખાલી છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ https://bel-india.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Career” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Comment