Gujarat Police Recruitment 2024: 12 પાસ ઉપર ગુજરાત પોલીસમાં 12472 ભરતી માટે અરજી કરવાનુ શરુ, અત્યારે જ અહીથી ફોર્મ ભરો

Gujarat Police Recruitment 2024: 12 પાસ ઉપર ગુજરાત પોલીસમાં 12472 ભરતી માટે અરજી કરવાનુ શરુ, અત્યારે જ અહીથી ફોર્મ ભરો ગુજરાત સરકાર દ્વારા 12 પાસ ઉપર ગુજરાત પોલિસમાં 12 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે મિત્રો રાહ જોઇને બેઠા હતા જેનો અંત આવી ગયો છે અને આજથી ગુજરાત પોલિસ ભરતીમાં ફોર્મ ભરવાનુ શરુ થઇ ગયુ છે તેમજ કેવી રીતે અરજી કરશો તેના વિશે માહિતી આગળ મેળવીશુ.

12 પાસ ઉપર ગુજરાત પોલીસમાં 12472 ભરતી માટે અરજી કરવાનુ શરુ – Gujarat Police Recruitment 2024

જ્યારે લોકરક્ષક, કોન્સ્ટેબલ, જેલ સિપાહી માટે ઉમરમર્યાદા લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષની રાખવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ધોરણ 12 પરીક્ષા સમકક્ષ પાસ થયેલા હોવા જોઈએ. જનરલ કેટેગરીના ઉમેદવારોએ તમામ ટ્રેડર માટે 100 રૂપિયા અરજી ફી અને બેંક ચાર્જિસ ચૂકવવાના રહેશે.

આ અંગે IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. જેમાં જણાવ્યું છે કે, PSI તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે. જે પૈકી લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે. જ્યારે PSI ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે.

Gujarat Police Recruitment 2024 ની ઓફિસિયલ જાહેરાત વાચવાં માટે અહી ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત શું છે?

કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું પાસ હોવું આવશ્યક છે. SIની પોસ્ટ માટે અરજી કરવા માટે, વ્યક્તિએ ગ્રેજ્યુએશન પાસ કર્યું હોવું જોઈએ.

વય મર્યાદા શું છે?

પોસ્ટ અનુસાર વય મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. તે જ સમયે, તમામ અનામત શ્રેણીઓને વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે.

કોન્સ્ટેબલ- 18 વર્ષથી 33 વર્ષ

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર- 21 વર્ષથી 35 વર્ષ

શું છે ભરતી પ્રક્રિયા?

આ જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે. તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે.

અરજી ફી

અરજી કરવા માટે, જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ઓનલાઈન ચૂકવવા પડશે

આ રીતે અરજી કરો

  • અરજી કરવા માટે, પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલી ભરતી લિંક પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરો
  • જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો
  • અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિયત અરજી ફી ઓનલાઈન ચૂકવો
  • અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારું અરજીપત્રક તમારી પાસે રાખો

પોસ્ટની વિગતો

સશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરૂષ- 316

સશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા- 156

આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પુરુષ- 4422

સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ મહિલા- 2178

આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પુરુષ- 2212

સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ મહિલા- 1090

આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ SRPF- 1000

જેલ કોન્સ્ટેબલ પુરુષ – 1013

જેલ કોન્સ્ટેબલ મહિલા- 85.

ગુજરાત પોલીસ ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?

  • ગુજરાત પોલિસ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in ગુજરાતની વેબસાઇટ પર જાઓ.
  • ત્યાર બાદ હોમ પેજ પર “Online Application” પર ક્લિક કરી અરજી ફોર્મ “Apply” કરો
Gujarat Police Recruitment 2024
  • ત્યાર બાદ “Select Advertisement by Department” માંથી “Gujarat Police Recruitment Board” પર ક્લિક કરો અને ઓંલાઇન અરજી ફોર્મ ભરો.
  • ફોર્મમાં આપેલ તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ચકાશીને ભરો.
  • ત્યારબાદ ફોર્મમાં આપેલ તમારા દરેક ડોક્યુમેંટ અપલોડ કરો.
  • જો તમને લાગુ પડતી હોય તો અરજી ફી ની ચુકવણી કરો.
  • ફોર્મ ભર્યા બાદ અરજી સબમિટ કર્યા બાદ તમારા અરજી ફોર્મની પ્રિંટને સેવ કરી લો.