Morbi District GK One-Liner Questions|મોરબી જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો
Morbi District GK One-Liner Questions: અહીં મોરબી જિલ્લા સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
મોરબી જિલ્લાની રચના ક્યારે થઈ ?
જવાબ:15 ઓગસ્ટ 2013માં
મોરબી જિલ્લાની રચના કયા-કયા જિલ્લામાંથી કરવામાં આવી છે ?
જવાબ:જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર
મણીમંદિર કોણે બંધાવ્યું હતું ?
જવાબ:વાઘજી ઠાકોરે (તેમની પત્નીની યાદમાં)
વાઘ મંદિરથી જાણીતું મણીમંદિર કયા આવેલું છે ?
જવાબ:મોરબી શહેરમાં
મોરબી કઈ નદીના કિનારે આવેલું છે ?
જવાબ:મચ્છુ
મોરબી જિલ્લાની પશ્ચિમમાં શું આવેલું છે ?
જવાબ:જામનગર જિલ્લો અને અરબ સાગર
મોરબી જિલ્લાની દક્ષિણમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ?
જવાબ: રાજકોટ જિલ્લાની
મોરબી જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લની સરહદ આવેલી છે ?
જવાબ: સુરેન્દ્રનગર જિલ્લાની
મોરબી જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ?
જવાબ:કચ્છ જિલ્લો
મોરબી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?
જવાબ:પાંચ (મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા-મિયાણા, હળવદ)
વાંકાનેર કઈ નદીના કિનારે વસેલું છે ?
જવાબ:મચ્છુ
મોરબી જિલ્લામાં આવેલું એકમાત્ર અભયારણ્ય ?
જવાબ: રામપરા અભયારણ્ય (તાલુકો વાંકાનેર)
મોરબી જિલ્લામાં કયું બંદર આવેલું છે ?
જવાબ:નવલખી
આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કઈ છે ?
જવાબ:ટંકારા (મોરબી જિલ્લો)
ચિનાઈ માટીના વાસણો બનાવાતી “પરશુરામ પોટરી” ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલી છે ?
જવાબ: મોરબી જિલ્લામાં
મેંગલોરી નલિળાની બનાવટ માટે જાણીતો જિલ્લો કયો છે ?
જવાબ: મોરબી
ઘડિયાળ બનાવતી કઈ પ્રસિદ્ધ કંપની મોરબીમાં કાર્યરત છે ?
જવાબ:અજંતા અને ઓરપેટ
મોરબી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
જવાબ:સિરામિક અને ઘડિયાળ બનાવટના
મોરબી જિલ્લામાં અમર પેલેસ કયા આવેલો છે ?
જવાબ:વાંકાનેર