Kutch District General Knowledge One Liner Questions,કચ્છ જિલ્લાના જનરલ નોલેજના વન લાઇનર પ્રશ્નો

Kutch District General Knowledge One Liner Questions,કચ્છ જિલ્લાના જનરલ નોલેજના વન લાઇનર પ્રશ્નો

Kutch District General Knowledge One Liner Questions

ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો ?

જવાબ: કચ્છ

વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો ?

જવાબ: કચ્છ

કચ્છ જિલ્લાના સૌથી ઊંચા ડુંગરનું નામ જણાવો ?

જવાબ:કાળો ડુંગર

 કર્કવૃત કયા ડુંગર પરથી પસાર થાય છે ?

જવાબ: ધીણોધર ડુંગર

કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?

જવાબ: ભુજ

રાજસ્થાન રાજય કચ્છની કઈ સીમાને સ્પર્શે છે ?

જવાબ: ઉત્તર-પૂર્વ

કચ્છ જિલ્લાની પૂર્વામાં કયા જિલ્લા આવે છે ?

જવાબ: મોરબી, પાટણ અને બનાસકાંઠા

અરબ સાગર કચ્છની કઈ દિશામાં આવે છે ?

જવાબ: પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશામાં

કચ્છની ઉત્તરે કયા દેશની સરહદ આવે છે ?

જવાબ: પાકિસ્તાન

કચ્છ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?

જવાબ: 10 (માંડવી, ભચાઉ, અંજાર, ગાંધીધામ, રાપર, ભુજ, લખપત, અબડાસા, નખત્રાણા, મુંદ્રા,)

ભારતમાં લિગ્નાઈટનો સૌથી વધુ જથ્થો કયા છે ?

જવાબ: પાંનધ્રો (કચ્છ)

કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો પ્રદેશ ?

જવાબ: વાગડનું મેદાન

કચ્છમાં આવેલી ડેરી ?

જવાબ: માધાપર ડેરી

ખલેલા નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો ?

જવાબ: કચ્છ

ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ કયા આવેલું છે ?

જવાબ: ભુજ

ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો ?

જવાબ: કચ્છ (512 કિ.મી)

વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ગુજરાત સરકાર દ્વારા ‘રણોત્સવ’ નું આયોજન કયા કરવામાં આવે છે ?

જવાબ: ધોરડા (કચ્છ)

ગુજરાતમાં સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો ?

જવાબ: કચ્છ (97 નદી)

સુરિન્દ શું છે ?

જવાબ: સંગીત વાદ્ય (કચ્છ જિલ્લાનું પ્રખ્યાત છે)

વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય કયા આવેલું છે ?

જવાબ:કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં (સુરખાબ અભયારણ્ય)

એગ્રીકલ્ચર રિસર્સ સ્ટેશન કયા આવેલું છે ?

જવાબ:ભચાઉ

ખારેક સંશોધન કેન્દ્ર (ડેમ પામ રિસર્સ સ્ટેશન) અને કુદરતી ઉપચાર કેન્દ્ર કયા આવેલા છે ?

જવાબ:મુંદ્રા

ગ્રામીણ લોક કલા સંગ્રહાલય અને એ. એ. વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય કયા આવેલું છે ?

જવાબ:ભુજ

માંડવી કઈ નદીના કિનારે વસેલું છે ?

જવાબ:કંકાવતી નદી

કચ્છ જિલ્લાના માંડવીમાં કઈ યુનિવર્સિટી આવેલી છે ?

જવાબ:ક્રાંતિગુરુ શ્યામજીક્રુષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી

કચ્છ જિલ્લાના રામપર વેકરામાં આવેલા કુંડ ?

જવાબ:ગંગાજી કુંડ અને જમનાજી કુંડ

ભુજમાં કેટલા તળાવો આવેલા છે ?

જવાબ:2 (દેસલસર તળાવ અને હમીરસર તળાવ)

કચ્છ જિલ્લામાં થર્મલ વિદ્યુતમથક કયા આવેલું છે ?

જવાબ:કંડલા અને પાંનધ્રોમાં

કચ્છ જિલ્લાના કંડલા ખાતે કયું રસાયણિક ખાતર બનાવવાનું કારખાનું છે ?

જવાબ:ઇફકો

છરી, ચપ્પા અને સૂડી માટે જાણીતું શહેર ?

જવાબ:અંજાર (કચ્છ)

કચ્છનું પેરીસ ઉપનામ ?

જવાબ:મુદ્રા

કચ્છ જિલ્લામાં ભારતના 5 પવિત્ર સરોવરમાં નું એક પવિત્ર સરોવર ?

જવાબ:નારાયણ સરોવર

ગુજરાતમાં લિગ્નાઈટ, ચુનાના પથ્થર અને બેન્ટોનાઈટના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સ્થાને છે ?

જવાબ:કચ્છ.

કચ્છ જિલ્લાના જાણીતા ભરતકામ કયા છે ?

જવાબ:મોચી ભરત, મહાજન ભરત અને આરીભરત

કચ્છ જિલ્લાના સુથરી ખાતે પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની સ્મૃતિમાં કયો બંધ બંધવામાં આવ્યો છે ?

જવાબ:બળવંત સાગર બંધ

કચ્છ જિલ્લાના રાપરમાં કોની સમાધિ આવેલી છે ?

જવાબ:ત્રિકમ સાહેબની

કચ્છના ગરીબ નવાઝ તરીકે પ્રસિદ્ધ મુસ્લિમ સંત ?

જવાબ:હાજીપીર

કચ્છમાં શ્રાદ્ધ ક્રિયા માટે જાણીતું સ્થળ ?

જવાબ:વીરા

ભુજમાં આવેલ આયના મહેલ કોણે બંધાવ્યો હતો ?

જવાબ:રામસંગ માલમે

કચ્છ જિલ્લાનું મુખ્યમથક ભુજ શહેર કયા ડુંગરની તળેટીમાં વસેલું છે ?

જવાબ:ભુજીયા ડુંગર