Gyan Sadhana Scholarship Yojana: ધોરણ 9 થી 12માં મળશે 94000 સ્કોલરશીપ, પરીક્ષા તારીખ જાહેર 2024

Gyan Sadhana Scholarship Yojana: ધોરણ 9 થી 12માં મળશે 94000 સ્કોલરશીપ, પરીક્ષા તારીખ જાહેર 2024 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત ધોરણ 1 થી 8 સુધીનુ શિક્ષણ બાળૅકોને ફરજીયાત અને મફત આપવામા આવે છે. ઉપરાંત આર્થીક રીતે નબળ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળા મા શિક્ષણ મેળવી શકે તે માટે RTE અંતર્ગત 25 % જગ્યાઓ પર પ્રવેશ આપવામા આવે છે. હોંશીયાર અને આર્થીક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી Gyan Sadhana Scholarship Yojana અમલમા મૂકવામા આવી છે. આ યોજના અંતર્ગત 2024 માટે પરીક્ષા તારીખ પણ જાહેર કરવામા આવી છે.

Gyan Sadhana Scholarship Yojana
Gyan Sadhana Scholarship Yojana

Gyan Sadhana Scholarship Yojana

  • યોજનાનુ નામ : મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024 ( Gyan Sadhana Scholarship Yojana )
  • યોજના અમલીકરણ વિભાગ : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ
  • યોજનાના લાભાર્થી : ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
  • સ્કોલરશીપ સહાય : ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ સહાય
  • ધોરણ 11 થી 12 ના : વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.25000 સ્કોલરશીપ સહાય
  • પરીક્ષાની તારીખ : 31-3-2024
  • પસંદગી પ્રક્રિયા : પરીક્ષા બાદ મેરીટ ના ધોરણે
  • ઓફિશીયલ વેબસાઇટ: https://gssyguj.in, www.sebexam.org

મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનાની પાત્રતા

  • ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે.
  • રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25 % ક્વોટા અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ સળંગ પુરૂ કર્યુ હોય અને હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે.

પરીક્ષા ફોર્મ અને પરીક્ષા તારીખ

  • પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો હજુ જાહેર કરવામા આવી નથી. જે હવે પછી જાહેર કરવામા આવશે. પરીક્ષા ફોર્મ ભરવાની શરૂઆત થયે વિદ્યાર્થીઓને તેમની શાળા જાણ કરશે. આ પરીક્ષાના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓ એ પરીક્ષા ફી ભરવાની નથી.
  • Gyan Sadhana Scholarship Yojana ના લાભાર્થી વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવે છે. ચાલુ વર્ષ માટે પરીક્ષા તારીખ જાહેર કરવામા આવે છે. ચાલુ વર્ષે આ યોજના અન્વયે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે તા. 31-3-2023 ના રોજ પરીક્ષા લેવામા આવશે.

કસોટીનું માળખુ જાણો

Gyan Sadhana Scholarship Yojana મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા કટ ઓફ મેરીટના આધારે કરવામા આવે છે. જેમા લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે મુજબ હોય છે.\

  • પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનુ હશે તથા સમય 150 મિનિટ હશે.
  • કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા હશે
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ મા આ પરીક્ષા આપી શકે છે.

મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપમાં કેટલી રકમ આપવામાં આવે છે જાણૉ ?

Gyan Sadhana Scholarship Yojana માં કટ ઓફ મેરીટ ના આધારે પસંદ થયેલ 25000 વિદ્યાર્થીઓને નીચે મુજબ સ્કોલરશીપ આપવામાં આવે છે.

  • ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 22000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળશે.

જો વિદ્યાર્થી ધોરણ 9 માં કોઇ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા પ્રવેશ મેળવે તો નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

  • ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.

ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઇ પણ ધોરણમા ના પાસ થાય અથવા શાળા છોડી જાય તો વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ બંધ થશે.

મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપમાં આવક મર્યાદા કેટલી છે ?

Gyan Sadhana Scholarship Yojana મા પરીક્ષા ફોર્મ ભરવા માટે સરકારી કે ગ્રાન્ટેડ શાળા મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઇપણ જાતની આવક મર્યાદા નથી પરંતુ RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પરીક્ષા ફોર્મ ભરવા માટે RTE પ્રવેશ માટે નિયત કરવામા આવેલી આવકમર્યાદા કરતા વધારેના હોવી જોઇએ.

જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજનાની પસંદગી પ્રક્રિયા શું છે જાણો કેવી રીતે કરશો અરજી

  • મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન એની સત્તવાર વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનુ હોય છે.
  • જેની ઓફિશિયલ વેબસાઇટ https://gssyguj.in/ છે ફોર્મ ભરવા જેની મુલાકાત લ્યો અને ઓનલાઇન ફોર્મ ભરો.
  • ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવશે.
  • આ પરીક્ષા તા. 31-3-2024 ના રોજ લેવામા આવશે.
  • ત્યારપછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે.
  • ત્યારપછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના હોય છે.
  • ત્યારપછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવશે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

Helpline Number : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના

વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરવો.

૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય
૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય
૩) અરજી રીજેક્ટ થયેલ હોય
૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય
૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન
૬) કોઈ ટેકનીકલ સમસ્યા જીલ્લા વાઈઝ Helpdesk માટે નિયુક્ત કરેલ કર્મચારીઓની સંપર્ક વિગત – Click Here

Administrative Support – +91 6352326605
Software Technical Support – +91 9099971769

Important Link