Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના

અકસ્માત સહાય યોજના pdf | gujarat government accident yojana pdf download | મૃત્યુ સહાય યોજના । Farmers Accidental Insurance Scheme detail in Gujarati | જૂથ વીમા યોજના

કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. Gujarat Government Schemes For Farmers જેવી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેક્ટર સહાય યોજના તથા સાધન ખરીદી પર સબસીડી પણ આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોના જીવનને રક્ષણ આપવા માટે પણ સરકાર સતત ચિંતિત છે. જેને ધ્યાને રાખીને ખેડૂતોને આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની Khedut Vima Yojana વર્ષ 26 જાન્યુઆરી 1996 ના રોજ અમલી બનાવેલ હતી.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જીવન રક્ષણ આપવા માટે ખાતેદાર ખેડૂત વીમા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના 100% રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. આ યોજનામાં રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોના વીમાની રકમ રાજ્ય સરકારશ્રી દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં તા-01/04/2008 થી આ વીમા યોજનાનું સંચાલન “ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના” હેઠળ કરવામાં આવે છે. આ વીમા નિયામકશ્રીની કચેરી ગાંધીનગર ખાતે આવેલ છે.
ખેડૂત અકસ્માત વીમા યોજનાનો હેતુ

ખેડૂતોનું જીવન સંઘર્ષમય હોય છે. દિવસ રાત ખેતરમાં કામગીરી દરમિયાન અકસ્માતે મૃત્યુ થાય તો એમના પરિવાર પર આકસ્મિક દુ:ખદ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવી દુ:ખદ પરિસ્થિતિમાં સહકાર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. ખાતેદાર ખેડૂતના મૃત્યુના કિસ્સામાં કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને જૂથ વીમા યોજના હેઠળ સીધી આર્થિક સહાય આપવામાં આવે છે.

Important Point of Khedut Akasmat Vima Yojana

યોજનાનું નામKhedut Akasmat Vima Yojana
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશખેડૂતનું અકસ્માતે મૃત્યુ અને કાયમી અપંગતાના
કિસ્સાઓમાં તેમના વારસદારને સીધી આર્થિક સહાય
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સહાયની રકમમૃત્યુના કિસ્સામાં 2 લાખ સુધી વીમા રકમ
માન્ય વેબસાઈટhttps://dag.gujarat.gov.in/index-guj.htm  
અરજી કેવી રીતે કરવીખેડૂતનું મૃત્યુ થયાના 150 દિવસમાં અરજી ફોર્મ ભરીને
સંબંધિત જિલ્લા ખેતીવાડીની કચેરીમાં જમા કરાવવી.

Leave a Comment