Agriculture & Farmers Welfare દ્વારા ચાલતી ખેડૂત વીમા યોજના માટે ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવેલ છે. આ તમામ ડોક્યુમેન્ટ ગુજરાતના Juth Vima Yojana દ્વારા નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે. અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમૂનાની અરજી 7/12, 8-અ અને ગામના નમૂના નંબર-6 (હક્કપત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા) પી.એમ.(પોસ્ટ મોર્ટમ રિપોર્ટ) F.I.R / પંચનામા રિપોર્ટ / પોલીસ ઈન્સ્કપેક્ટર અથવા કોર્ટ હુકમ મૃતક ખાતેદારનું પ્રમાણપત્ર ઉંમર અંગેનો પુરાવો સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રિપોર્ટ કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટોગ્રાફ મૃતક ખેડૂત અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ બાંહેધરી પત્રક પેઢીનામું વારસદારના કેસમાં અસલ પેઢીનામું (પતિ / પત્ની વારસદારના હોય તેવા કિસ્સામાં)
ગુજરાતના ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે i-khedut પોર્ટલનો ઉપયોગ કરી છે. પરંતુ આ વીમા અકસ્માતનો લાભ કેવી રીતે લેવો તે બાબતે ઘણા પ્રશ્નો હોય છે. જેમાં નીચે મુજબ કેટલાક પ્રશ્નો આપેલા છે. – ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ કોને મળે?આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખાતેદાર ખેડૂતો મળવાપાત્ર થાય છે. આ યોજના હેઠળ વીમાના પ્રીમીયમની રકમ Government of Gujarat ચૂકવણી કરશે. – ખાતેદાર ખેડૂતના અકસ્માતમાં મૃત્યુ પછી કેટલા દિવસમાં અરજી કરવાની રહેશે?આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતના મૃત્યુ બાદ 150 દિવસની અંદર અરજી કરવાની રહેશે. – આ યોજનાઓ લાભ લેવા માટે કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે?ખેડૂત અકસ્માત યોજનાનો લાભ લેવા માટે ખેડૂતના વારસદારોએ સંબંધિત જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે ઓફલાઈન(રૂબરૂ) અરજી કરવાની રહેશે. – ખેડૂત અકસ્માત યોજના હેઠળ કેટલી વીમા રકમ મળે?ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં તથા કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 2.00 લાખ સુધી વીમા રકમ મળે તથા શરીરના અમુક અંગોના નુકશાનના કિસ્સામાં રૂપિયા 1.00 લાખ વીમા રકમ મળે. – Khedut Vima Yojana ના વીમા રકમનું પ્રિમીયમની ચૂકવણી કોના દ્વારા કરવામાં આવે છે?આ યોજના 100% ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે. ગુજરાતના તમામ ખેડૂત ખાતેદારના પ્રીમિયમની રકમ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.