Rotavator Sahay Yojana 2023 | રોટાવેટર સહાય યોજના 2023 @ikhedut.gujarat.gov.in/

Rotavator Sahay Yojana 2023 | રોટાવેટર સહાય યોજના 2023 @ikhedut.gujarat.gov.in/

Short Briefing : Gujarat Agriculture Subsidy Scheme 2023 | Rotavator Sahay Yojana Gujarat Online | Ikhedut Portal Status | Tractor Subsidy in Gujarat 2023 | Agriculture in Gujarat PDF | ખેડૂત રોટાવેટર સહાય યોજના 2023

આજના ટેકનોલોજી યુગમાં ખેડૂતો ખેતીના આધુનિક ઓજારોથી માહિતગાર થયેલા છે. ખેડૂતો રોટરી ટીલર, પલાઉ, કલ્ટી તથા રોટાવેટરનો ઉપયોગનું મહત્વ સમજતા થયા છે. આજે ખેડૂતો માટે રોટાવેટર ખૂબ જ ઉપયોગી આધુનિક ખેત ઓજાર છે. ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતું, ટ્રેક્ટરથી ચાલતું સાધન એટલે રોટાવેટર વિકસાવવામાં આવેલ છે.

ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી રોટાવેટર સહાય યોજના 2023 વિશે માહિતી મેળવીશું

Rotavator Sahay Yojana 2023

Tractor Rotavator Subsidy Scheme ખેડૂતો માટેની યોજના છે. Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા માટે ખેતીવાડીની યોજનાઓ 2023-24 બહાર પાડવામાં આવે છે. Tractor Rotavator Yojana Gujarat મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.

ટ્રેકટર રોટાવેટર સહાય યોજનાનો હેતુ

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા તથા આવક બમણી કરવા માટે આધુનિક ખેતઓજારોની જરૂર પડે છે. ખેડૂતો પાક ફેરબદલ કરવા તથા નવા પાકનું વાવેતર કરવાના હેતુથી રોટાવેટરની જરૂર પડે છે. જેને ધ્યાનમાં રાખીને khetiwadi vibhag દ્વારા કિસાનોને રોટાવેટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

Important Point Of Rotavator Sahay Yojana

યોજનાનું નામરોટાવેટર સહાય યોજના 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે આધુનિક ખેત
ઓજારો સબસીડી પર આપવામાં આવશે.
લાભાર્થીગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમ8 ફીટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 50 % અથવા
રૂ. 50400 /- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
ઓનલાઈન અરજી કેવી રીતે કરવીClick કરો.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ04/07/2023 સુધી

Required Document Of Rotavator Sahay Yojana 20233 । ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form સ્વીકારવામાં આવે છે. ટ્રેક્ટર રોટાવેટર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

 • ખેડૂતની જમીનની નકલ 7-12
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
 • અનુસૂચિત જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
 • અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
 • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
 • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
 • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
 • બેંક ખાતાની પાસબુક
 • મોબાઈલ નંબર

Tractor Rotavator Scheme ની પાત્રતા

ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાયનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

 • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
 • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
 • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
 • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
 • ખેડૂતોઓએ આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

List of Rotavator Benefit Schemes | આ યોજના હેઠળ શું-શું લાભ મળે?

કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં યોજનાઓ પણ અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને લાભ આપે છે. આ આર્ટિકલમાં રોટાવેટર સાધન સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. આ સ્કીમ દ્વારા લાભાર્થીઓને લાભ એકસમાન આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut વેબસાઈટની મુલાકાત લેવી. જેની Scheme List નીચે મુજબ છે.

 • AGR 2 (FM)
 • NFSM PULSES
 • NFSM RICE
 • SMAM
 • AGR 3 (FM)
 • RKVY – CDP
 • NFSM WHEAT
 • NFSM (Oilseeds and Oil Palm)

રોટાવેટર સહાય યોજનામાં સહાયનું ધોરણ

ગુજરાત રાજ્ય સરકારની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ subsidy અગાઉથી નક્કી થયેલી છે. ખેડૂત મિત્રોને આ સબસીડી યોજના મુજબ લાભ આપવામાં આવશે. જેમાં જુદી-જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

આ સ્કીમમાં અલગ-અલગ ટ્રેક્ટર અને રોટાવેટર માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે.

 • ખેડૂતો માટે એમના ટ્રેકટર 20 થી વધુ અને 35 બી.એચ.પી.થી ચાલતા હોય અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.34,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો વધારે લાભ મળશે, જેવો કે કુલ ખર્ચના 50% અથવા રૂ. 42,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
 • લાભાર્થી ખેડૂતોને તેમના ટ્રેકટર 35 B.H.P થી વધુથી ચાલતા અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા રૂ.34,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
 • 6 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40 % અથવા રૂ.35,800/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો કુલ ખર્ચના 50% અથવા રૂ.44,800/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
 • 7 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.38,100/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.47,600/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
 • 8 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

How to Online Apply Rotavator Sahay Yojana 2023 | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા રોટાવેટર સાધન સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે khedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. તથા ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

 • ખેડૂતે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedutl’ ટાઈપ કરવાનું રહેશે.
 • ગુગલ સર્ચ પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
 • જેમાં રોટાવેટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
 • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
 • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
 • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
 • ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
 • ઓનલાઈન એપ્લિકેશન કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
 • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Ikhedut Empanelled Vendors List । એમ્પેનલ્ડ વેન્ડર્સની યાદી

ગુજરાત સરકારના Agriculture, Farmers Welfare & Co-Operation Department દ્વારા ખેડૂતોની સુખાકારી માટે યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે. જેમાં યોજનાઓના લાભ બાબતે પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ઘણી વિશેષ માહિતી આ પોર્ટલ પર આપેલી છે. જેમાં “એમ્પેનલ્ડ વેન્ડર્સ જોવા” માટેની જે સુવિધા આપેલી છે તે ખૂબ સરસ છે. ખેડૂતો એમ્પેનલ્ડ વેન્ડર્સ ઉત્પાદક અને ભાવ પ્રમાણે માહિતી મેળવી શકે છે. આ માહિતી જોવા નીચેના બટન પર ક્લિક કરો.

Ikhedut Portal Status । અરજીની સ્થિતિ કેવી રીતે જાણવી?

આઈ ખેડૂત પોર્ટલ પર અરજીની સેવાઓ ઓનલાઈન થયેલ છે. Online સુવિધામાં પારદર્શિતા વધુ મળી રહે છે. ખેડૂત લાભાર્થી દ્વારા કરેલી ઓનલાઈન અરજીનું સ્ટેટસ જાણી શકે છે. ikhedut Portal status ની સુવિધા દ્વારા પોતાની અરજીની શું સ્થિતી છે તેની માહિતી મેળવી શકે છે. નીચે આપેલા બટન પર ક્લિક કરવાથી માહિતી મળશે.

Rotavator Sahay Yojana Online Last Date । છેલ્લી કઈ તારીખ છે?

ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે i-khedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખેડૂતો પોતાના નજીકના ઓનલાઈન સેવા કેન્દ્ર પરથી એપ્લિકેશન કરી શકાશે. આ ઓનલાઇન તા-05/06/2023 થી 04/07/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો

ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજનાનો લાભ કોણે-કોણે આપવામાં આવે છે?

જવાબ: ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામન્ય અને મોટા ખેડૂતોને ટ્રેક્ટર રોટાવેટર સહાયનો લાભ આપવામાં આવે છે.

રોટાવેટર સહાય યોજનામાં કેટલો લાભ મળે છે?

જવાબ: ખેડૂતોને રોટાવેટર સહાય યોજનામાં 8 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

Tractor Rotavator Scheme નો લાભ કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે?

જવાબ: ખેડૂતોને Tractor Rotavator યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

Tracrot Ratavator Scheme નો લાભ લેવા માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?

જવાબ: ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Leave a Comment