પોરબંદરથી ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. આજે સાંજે પાંચ કલાકે અર્જુન મોઢવાડિયા વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. અર્જુન મોઢવાડિયાએ 2022ની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ભાજપના બાબુ બોખિરિયાને હરાવી જીત મેળવી હતી.
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો તૂટ્યા2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ 156 સીટો મેળવી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટો મળી હતી. કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યો પહેલા રાજીનામા આપી ચુક્યા છે. હવે પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. એટલે કે હવે કોંગ્રેસ પાર્ટી પાસે માત્ર 14 ધારાસભ્યો રહ્યાં
કોંગ્રેસને પાંચ કલાકમાં જ બીજો ઝટકો: મોઢવાડિયાનું MLA પદેથી રાજીનામું, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમયે અવાજ ઉઠાવ્યો પણ અવાજ પહોંચ્યો નહીં એટલે રાજીનામું આપ્યું