BJP MP : ભાજપના સાંસદનો અશ્લીલ વિડિયો વાયરલ

અશ્લિલ વીડિયો વાયરલ થયો એટલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, ટિકિટ રિટર્ન કરી
યુપીના બારાબંકીના સાંસદ ઉપેન્દ્ર રાવતે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. પોતાનો અશ્લિલ વીડિયો વાયરલ થયાં બાદ તેમણે આ પગલું ભર્યું.

ઉત્તર પ્રદેશની બારાબંકી લોકસભા સીટથી ભાજપના સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતે સોમવારે લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. પોતાનો એક અશ્લિલ વીડિયો વાયરલ થયાં બાદ તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો.
જ્યાં સુધી નિર્દોષ નહીં ત્યાં સુધી ચૂંટણી નહીં લડુંહાલમાં જ તેમનો કથિત વીડિયો વાયરલ થયો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડની સૂચના બાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. મીડિયાને આપેલા નિવેદનમાં ઉપેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું કે જ્યાં સુધી હું નિર્દોષ સાબિત નહીં થાઉં ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું. સાંસદના પ્રતિનિધિ દિનેશ ચંદ્ર રાવતે વાયરલ વીડિયો અંગે યુપી પોલીસને ફરિયાદ કરી છે. ફરિયાદમાં આ વીડિયોને ફેક અને ડીપફેક ગણાવ્યો હતો.

પહેલા સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે કહ્યુ હતુ કે વીડિયોને એઆઈથી એડિટ કરવામાં આવ્યો છે. આ કોઈને 2022-23નો વીડિયો હશે, જેનો ચહેરો તેમનો દેખાડવામાં આવ્યો છે.તો ભાજપના જિલ્લાધ્યક્ષ અરવિંદકુમાર મૌર્યે કહ્યુ હતુ કે વીડિયો વાયરલ કરવો ઉપેન્દ્રસિંહ રાવત વિરુદ્ધ રાજકીય ષડયંત્ર છે. ફરીથી ટિકિટ મળવાથી વિપક્ષ ખળભળી ગયું છે. આ ષડયંત્રનો જનતા જવાબ આપશે.

ઉત્તરપ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે ભાજપની ટિકિટ પાછી આપી દીધી છે. સાંસદનો એક કથિત અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો, તેના પછી તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી છે.ઉપેન્દ્રસિંહ રાવતે એક્સ પર લખ્યુ છે કે મારો એક એડિટેડ વીડિયો વાયરલ કરાય રહ્યો છે, જે ડીપફેક એઆઈ તકનીક દ્વારા જનરેટેડ છે,

તેની એફઆઈઆર મેં નોંધાવી છે. તેના સંદર્ભે મેં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષજીને નિવેદન કર્યું છે કે આની તપાસ કરાવવામાં આવે. જ્યાં સુધી હું નિર્દોષ સાબિત થાવ નહીં જાહેરજીવનમાં કોઈ ચૂંટણી લડીશ નહીં.