Radhika Merchant Pre Wedding Celebration : રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીની જ હાલ ચારેકોર ચર્ચા છે. દેશમાં આટલી ચર્ચા કોઈ લગ્નની થઈ નથી. ત્યારે હવે પાર્ટીમાં અંબાણી પરિવાર અને સેલિબ્રિટીના લુક સામે આવી રહ્યાં છે. આ વચ્ચે રાધિકા મર્ચન્ટ પોતાની જ પ્રી-વેડિંગમાં ચાર્મિંગ લાગતી હતી. પરંતુ રાધિકા મર્ચન્ટનો લુક ચર્ચામા આવ્યો છે. રાધિકાએ પહેરેલા ગાઉનનું 2022 ના કલેક્શન સાથે કનેક્શન નીકળ્યું છે.
રાધિકા પોતાની જ પાર્ટીમાં બાર્બી ડોલ જેવી લાગી રહી હતી. તેણે સુંદર ગાઉન પહેર્યો હતો. આકર્ષક સ્માઈલ સાથે રાધિકાના લુકે સૌને દિવાના કર્યા હતા. રાધિકાએ પિંક કલરનો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો. ગાઉન પર ક્રિસટલ અને સ્ટોનનું બારીકાઈથી ડિટેઈલિંગ કરાયુ હતું. ગ્લોસી મેકઅપની સાથે તેણે વ્હાઈટ ડાયમંડ સેટ પસંદ કર્યો હતો.