Live Ram Temple: અયોધ્યા રામ મંદિરમાં દર્શન માટે ટિકિટ લેવી પડશે; જાણો રામ લલ્લાની આરતીનો સમય, ટિકિગ બુકિંગથી લઇ અયોધ્યા દર્શનની સંપૂર્ણ વિગત

Live Ram Temple Ayodhya Ram Mandir Darshan Time Ticket Booking Process Details : અયોધ્યા રામ મંદિરમાં દર્શન માટે ટિકિટ લેવી પડશે; અયોધ્યા રામ મંદિરના દ્વાર 24 જાન્યુઆરી, 2024ના રોજ ભક્તો માટે ખુલશે. રામ લલ્લાના દર્શન માટે ભક્તોએ ટિકિટ લેવી પડશે. જાણો રામ મંદિરના દર્શનનો સમય, ટિકિટ બુકિંગની પ્રક્રિયા સહિત તમામ વિગત

Ayodhya Ram Mandir Darshan Time Ticket Booking Process Details : ધાર્મિક નગરી અયોધ્યા હાલમાં ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર છે. જેમ જેમ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ શહેર પ્રત્યે લોકોનો રસ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ ભારતમાં લાંબા સમયથી ચાલી રહેલ મુદ્દો છે. જો કે, વર્ષોની કાયદાકીય લડાઇઓ પછી, નવેમ્બર 2019 માં ભારતની સર્વોચ્ચ અદાલતે આખરે ચુકાદો આપ્યો કે વિવાદિત જમીન હિંદુઓની છે, અને તે સ્થળે ભવ્ય રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી.

હવે આખરે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં અંદાજે 7,000 મહેમાનો હાજરી આપે તેવી અપેક્ષા છે. તો રામ મંદિરના દ્વાર 24 જાન્યુઆરી, 2024થી સત્તાવાર રીતે ભક્તો માટે ખુલશે. આવી સ્થિતિમાં દેશના વિવિધ શહેરોમાંથી લોકો રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા જવાની યોજના બનાવી રહ્યા છે.

જો તમે પણ આ લોકોમાંથી એક છો અને અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું કે તમે પ્લેન, ટ્રેન કે બસ દ્વારા રામ મંદિરના દર્શન માટે કેવી રીતે પહોંચી શકો છો, તેમજ તમે કયા સમયે દર્શન કરી શકશો અને અયોધ્યામાં રોકાવા માટે કેટલુ ભાડું ચૂકવવું પડશે.

રામ મંદિરમં દર્શન માટે ટિકિટ બુક કરાવવાની રહેશે (Ayodhya Ram Mandir Darshan Ticket Booking Proces)

તમને જણાવી દઈએ કે કોવિડ-19ના વધતા જતા કેસો વચ્ચે હાલમાં રામલલ્લાના દર્શન માટે રામ મંદિરમાં માત્ર મર્યાદિત લોકોને જ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ માટે, ભક્તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (SRJTKT) srjbtkshetra.org ની સત્તાવાર વેબસાઇટ દ્વારા રામ મંદિરમાં દર્શન માટેની ટિકિટ ઓનલાઈન બુક કરી શકે છે. ઓનલાઈન બુકિંગ પ્રક્રિયા સરળ અને મુશ્કેલી મુક્ત છે. ટિકિટ બુક કરતી વખતે, તમે તમારી પસંદગીની કોઈપણ તારીખ અને ટાઇમ સ્લોટ પસંદ કરી શકો છો.

ઉપરાંત તમે મંદિરની નજીક સ્થિત અયોધ્યા રામ મંદિર વિઝિટર સેન્ટરની મુલાકાત લઈને ઑફલાઇન ટિકિટ બુક કરાવી શકો છો. આ સેન્ટર દરરોજ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને વહેલ તે પહેલાના ધોરણે ટિકિટ ખરીદી શકાય છે.

રામ મંદિરમાં દર્શનની ટિકિટ માટેશું ચાર્જ ચૂકવવો પડશે?

અયોધ્યા રામ મંદિરમાં તમામ ભક્તો માટે પ્રવેશ મફત છે. જો કે, જો તમે ભગવાન રામના વધુ નજીક અને લાંબા સમય સુધી દર્શન કરવા માંગતા હોવ તો આ માટે તમારે ખાસ દર્શનની ટિકિટ લેવી પડશે. આ માટે, જો તમે ઓનલાઈન ટિકિટ ખરીદો છો, તો તમારે પ્રાપ્ત સેવાઓ અનુસાર ચાર્જ ચૂકવવો પડશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા હજુ સુધી દર્શન ટિકિટની કિંમત જાહેર કરવામાં આવી નથી.

અયોધ્યા રામ મંદિર દર્શનનો સમય (Ayodhya Ram Mandir Darshan Time)

અયોધ્યા રામ મંદિર દરરોજ સવારે 7 થી 11:30 અને બપોરે 2 થી 7 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. ખાસ પ્રસંગો અને તહેવારોના દિવસે દર્શનનો સમય બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારા પ્રવાસનું આયોજન કરતા પહેલા, કોઈપણ અપડેટ માટે સત્તાવાર વેબસાઇટ અથવા વિઝિટર સેન્ટરમાંથી માહિતી મેળવી લેવી.

અયોધ્યા રામ મંદિરમાં આરતીનો સમય (Ayodhya Ram Mandir Aarti Time)

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની એક દિવસમાં કુલ ત્રણ આરતી કરવાાં આવશે. જેમા શ્રૃંગાર આરતી, ભોગ આરતી અને શયન આરતી થશે. આ ત્રણેય આરતીનો સમય આ મુજબ છે –

શ્રૃંગાર આરતી – સવાગે 06:30 કલાકેભોગ આરતી – બપોરે 12.00 કલાકેસાંજની આરતી – સાંડે 07:30 કલાકે

અયોધ્યા રામ મંદિરના દર્શને કેવી રીતે પહોંચવું? (How To Reach Ayodhya Ram Mandir)

જો તમે બસ દ્વારા રામનગરી અયોધ્યા જવા માંગો છો, તો તમને જણાવી દઈએ કે આ માટે ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (USRTC) ની ઘણી બસો અયોધ્યા અને પડોશી શહેરો જેમ કે લખનૌ, ફૈઝાબાદ અને ગોરખપુર વચ્ચે નિયમિતપણે ચાલે છે. આ ઉપરાંત ઘણા ખાનગી બસ ઓપરેટરો પણ મુસાફરોને વિવિધ રૂટ પર વિવિધ વિકલ્પો ઓફર કરે છે. તમે આ પ્રકારની બસ માટે ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકો છો.

જો તમારે ટ્રેન દ્વારા અયોધ્યા જવું હોય તો અયોધ્યાનું પોતાનું રેલવે સ્ટેશન છે, જેનું નામ ‘અયોધ્યા ધામ જંક્શન’ છે. અહીં દિલ્હી, લખનૌ, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરથી સીધી ટ્રેનો દોડે છે. આવી સ્થિતિમાં, તમે તમારી સુવિધા અનુસાર નજીકના રેલવે સ્ટેશનથી અયોધ્યા જઈ શકો છો.

જો તમે હવાઈ માર્ગે અયોધ્યા જવા માંગો છો, તો તેના માટે અયોધ્યામાં એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ છે, જેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. 15 જાન્યુઆરીથી દેશની રાજધાની દિલ્હીથી અયોધ્યા અને મુંબઈથી અયોધ્યા માટે એક-એક સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. ઉપરાંત લખનૌ ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાનું સૌથી નજીકનું એરપોર્ટ છે. તમે અહીં પહોંચી શકો છો. ઘણી મોટી એરલાઇન્સ અહીં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલને છે. ખાસ કરીને દૂરથી આવતા લોકો માટે આ એક સાનુકુળ વિકલ્પ છે. અયોધ્યા લખનૌ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 130 કિલોમીટરના અંતરે આવેલું છે, આથી અયોધ્યા આવવા માટે લખનૌ એરપોર્ટ પરથી ટેક્સી અને બસ સરળતાથી ઉપલબ્ધ છે.