Gandhinagar News : ગિફ્ટ સિટી (ગાંધીનગર) માં દારૂની છૂટ, જાણો કોણ પી શકશે અને કોણ વેચી શકશે?

Gandhinagar News: ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT CITY) ગાંધીનગરમાં હવેથી ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કામ કરતાં કર્મચારીઓ અને અધિકૃત મુલાકાતીઓને દારૂનું સેવન કરવાની છુટ્ટી આપવામાં આવી છે. જાણો સંપૂર્ણ માહિતી નીચે વિસ્તૃતમાં.

Gandhinagar News: Liquor concession in Gift City (Gandhinagar).

Gandhinagar News: નશાબંધી અને આબ્કારી વિભાગ,

ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે એક પ્રેસનોટ જાહેર કરી છે. આ પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત મુલાકાતીઓને દારૂના સેવનની છુટ્ટી આપવાનો નિર્ણય લેવામાં આવે છે. Gandhinagar News આ છૂટછાટ સમગ્ર ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કામ કરતા અધિકૃત કર્મચારીઓ અને માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જેનાથી તેઓ આવી ‘વાઇન એન્ડ ડ્રાઇન’ આપતી હોટલ, રેસ્ટોરાં, ક્લબમાં દારૂનું સેવન કરી શકશે.

નશાબંધી અને આબ્કારી વિભાગ, ગાંધીનગર પ્રેસ નોટ:

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT CITY) એ ગ્લોબલ ફાઈનાન્સિયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં “વાઇન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

Gandhinagar News :ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT CITY) ખાતે આવેલ કે આવનાર હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ. એલ. 3 પરવાના મેળવી શકશે. GIFT CITY ખાતે અધિકૃત રીતે કામ કરતાં કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂનું સેવન કરી શકશે પરંતુ હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂની બોટલનું વેચાણ કરી શકશે નહીં.

અગત્યની લિંક :

read moreclick here
હોમપેજઅહી ક્લિક કરો
Anganwadi Recruitment Merit List 2023 Gujarat: ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર :

Aadhaar card Update: આધારકાર્ડને અપડેટ કરવાની સમય મર્યાદામાં ફરી કરાયો વધારો, હવે આ તારીખ સુધી મફતમાં સુધારો કરી શકાશે

National Scholarship 2023-24: ધોરણ 10મા-12માં પાસ થયેલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે,અહીથીં જાણો સંપૂર્ણ માહિતી.

આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ અને માલિકોને લિકર પરમીશન આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઇન એન્ડ ડાઈન” આપતી ગિફ્ટ સિટીની હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓરથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં દારૂનું સેવક કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે.