India Post GDS Recruitment 2023: ઈન્ડિયા પોસ્ટમાં 10 પાસ માટે 30040+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો 2023

India Post GDS Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયા પોસ્ટમાં 10 પાસ માટે 30040+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામભારતીય ડાક વિભાગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
નોટિફિકેશનની તારીખ03 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ23 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://indiapostgdsonline.gov.in/

મહત્વની તારીખ:

મિત્રો, આ ભરતીની નોટિફિકેશન ભારતીય ડાક વિભાગ ઘ્વારા 03 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 03 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયા પોસ્ટ દ્વારા GDS એટલે કે ગ્રામીણ ડાક સેવક, BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તથા ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટરની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે

કુલ ખાલી જગ્યા:

ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં ભારતની કુલ જગ્યા 30041 છે જેમાંથી ગુજરાતમાં ખાલી જગ્યા 1850 છે.

પગારધોરણ

અરજી કરતા ઉમેદવારના મન માં એ સવાલ જરૂર થાય છે કે આ પોસ્ટ પર સેલરી કેટલી મળવાપાત્ર છે. તો નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ BPM એટલે કે Branch Post Master ની સેલરી 12,000 થી લઈ 29,380 રૂપિયા સુધી છે જયારે ABPM એટલે કે Assistant Branch Postmaster અને ગ્રામીણ ડાક સેવકની સેલરી 10,000 થી લઇ 24,470 રૂપિયા સુધી છે.

લાયકાત:

મિત્રો, જો તમે 10 પાસ છો તો તમે મદદનીશ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ગ્રામીણ ડાક સેવક તથા બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની પોસ્ટ માટે અરજી કરી શકો છો. અરજી કરનાર વ્યક્તિને પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી આવડતી હોવી જોઈએ તથા સાયકલ ચલાવતા ફરજિયાતપણે આવડતું હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો આ ભરતીમાં તમારી પસંદગી ધોરણ-10ના ટકાના આધારે થાય છે. ધોરણ-10માં તમારા જેટલા વધારે ટકા હશે આ ભરતીમાં નોકરી મેળવવાનો તમારો ચાન્સ એટલો જ વધારે રહશે. મિત્રો જયારે તમે આ ફોર્મ ભરો છો ત્યારે તમારે તમારી પસંદગીની પાંચ ઓફિસ સિલેક્ટ કરવાની હોય છે. આ પાંચ ઓફિસ માટે અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હોય છે. મેરીટ પ્રમાણે જે ઉમેદવારના સૌથી વધારે ટકા હશે એની પસંદગી કરી લેવામાં આવે છે.

વય મર્યાદા:

મિત્રો આપ જે પણ કેટેગરી માં આવતા હોય તેની વય મર્યાદા નીચે આપેલા ટેબલમાં જોઈ શકો છો.

કેટેગરીઓછામાં ઓછી વયવધુમાં વધુ વયવયમાં છૂટછાટકુલ વય
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST)1840545
અન્ય પછાત વર્ગો (OBC)1840343
આર્થિક રીતે નબળા વિભાગો (EWS)184040
વિકલાંગ વ્યક્તિઓ (PwD)18401050
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + અન્ય પછાત વર્ગો (OBC)18401353
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST)18401555

અરજી ફી:

મિત્રો એસસી તથા એસટી કેટેગરીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ભરવાની થતી નથી જ્યારે જનરલ, ઈડબલ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 100 રૂપિયા ભરવાના રહશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ વિઝીટ કરો.
  • હવે વેબસાઈટમાં આપેલ “Registration” ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment