Gujarat Solar Rooftop Yojana 2023 સોલાર રૂફટોપ યોજના 2023

દેશ અને દુનિયામાં ટેકનોલોજીમાંં વિવિધ સુધારાઓ થઈ રહ્યા છે. દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા તેનો વપરાશ વધી રહ્યો છે. આ કુદરતી સંશાધનો મર્યાદિત છે. તેનો વધારો થઈ એમ નથી. જે કાળક્રમે પૂરો પણ થઈ શકે છે. જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે વપરાશ વધારી રહ્યા છીએ. સરકાર પણ સૌર ઉર્જા વધે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે. જેવી કે ઇલેક્ટ્રીક બાઈક યોજના, બેટરી સંચાલિત વાહનો પર સબસીડી, સોલાર ફેન્સીંગ સહાય યોજના સોલાર રૂકટોપ યોજના વગેરે. મિત્રો આજે આપ્ણે સોલાર રૂકટોપ યોજના 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Gujarat Solar Rooftop Yojana

દુનિયામાં ટેકનોલોજીમાં વધારો થઈ રહ્યો છે. આ ટેકનોલોજીના સાધનો વીજળીનો ઉપયોગ કરે છે. જેથી વીજળીની માંગ દિન-પ્રતિદિન વધી રહી છે. આ વીજળી કોલસો અને કુદરતી સંસાધનોમાંથી બને છે. પૃથ્વી પર અને તેના પેટાળમાં સંસાધનો ખૂબ મર્યાદિત છે. વીજળીના વધુ વપરાશના કારણે આ કુદરતી સંસાધનો પૂરા થવાની શક્યતા રહેલી છે. જેથી વીજળી, પેટ્રોલ, ડીઝલ ખૂબ મોંઘા થઈ રહ્યા છે. સામાન્ય માણસો માટે ઘર વપરાશ માટે વીજળીના બીલ ચૂકવવા મુશ્કેલ બની જાય છે.

આ સમસ્યાનો ઉપાય માટે દુનિયામાં નવી ટેકનોલોજી સાકાર થઈ રહી છે. આજે સૌર ઉર્જાથી વીજળી પેદા કરીને ઘરેલું વપરાશ થઈ રહ્યો છે. સૌર ઊર્જા સૂર્યમાંથી મળે છે. વિદ્યુત ઉર્જાની સરખામણીમાં સૌર ઉર્જા ઓછી ખર્ચાળ છે. આ સૌર ઉર્જાનો ઉપયોગ ઘરગથ્થુ તેમજ વ્યાપારી હેતુ માટે કરી શકાય છે. આ લેખ Gujarat Solar Rooftop Yojana ના અંતર્ગત સબસિડી આપે છે.

Solar Rooftop System

Solar Rooftop System માં અંદર ઉર્જા ઉત્પન્ન કરતી સોલાર પેનલ હોય છે. આ સોલાર પેનલનો ઉપયોગ વિવિધ ઊર્જા મેળવવા માટે થાય છે. આ સિસ્ટમનો એક મોટો ફાયદો એ છે કે, તે માત્ર નાની જગ્યા રોકે છે અને ખૂબ સારા પ્રમાણમાં સૌર ઊર્જા ઉત્પન્ન કરે છે.

જો આપણે પૃથ્વી પર રહેલા કુદરતી સંસાધનોની રક્ષા કરવી હોય તો પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો પડશે. જેમ કે પર્યાવરણનો મુખ્ય ઊર્જાનો સ્રોત સૂર્ય ઉર્જા તેમજ પવન ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય છે. જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આપણે કુદરતી ઊર્જાનું ઉત્પાદન કરવા માટે, સૌર ઉર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.

Highlights of Gujarat Solar Rooftop Yojana

જનાનું નામસોલાર રૂફટોપ યોજના 2023 (Gujarat Solar Rooftop Yojana )
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલMinistry of New & Renewable Energy (MNRE) Government of India
ક્યા લાભાર્થીઓ મળશે?ભારતના નાગરિકો
કેટલી સબસીડી મળવાપાત્ર થાય20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
સોલાર પેનલની સમય મર્યાદા20 વર્ષ સુધી
Official websitehttps://solarrooftop.gov.in/
Solar Energy Helpline No.1800 2 33 44 77

                રાજ્યમાં અને દેશમાં સોલાર રૂકટોપ શહેરી વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે. અને વધુમાં વધુ લોકો વીજળી બચાવવા અને વધારે વીજ બિલથી દૂર રહેવા માટે Solar Rooftop System નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સોલાર રૂફટોપની સિસ્ટમ માટે કુલ ખર્ચ

Solar Rooftop system Setup નો દર વિદ્યુત જનરેટર સિસ્ટમ કરતાં પણ ઓછો આવે છે. અને આ રોકાણ માત્ર એક વખતનું રોકાણ છે. જે Light Bill તરીકે ચૂકવવાથી ઘણા પૈસા બચાવે છે. તેમજ આ સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા બાદ, તેને અન્ય કોઈ ખર્ચની જરૂર નથી. તેમજ લોકો આ યોજનાનો ઉપયોગ કરીને તેમની પોતાનું લાઈટ બિલ બચાવી રહ્યા છે.

Solar Rooftop system હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતા લાભો

સરકારે દેશના કેટલાક રાજ્યો માટે આ યોજના શરૂ કરી છે. આ રાજ્યોમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, J&K, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ સહિત ઘણા પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે, જે સોલર સિસ્ટમ સેટઅપ પર 70% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

                આ સબસિડી ઘરગથ્થુ, ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્ર એટલે કે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે માટે લાગુ પડે છે. તેમજ વ્યાપારી ક્ષેત્ર પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

        આ સૌર ઉર્જા પ્રણાલીનો ઉપયોગ કરનારને માત્ર રૂ.6.50/kWh ચૂકવવા પડે છે.જે ડીઝલ જનરેટર અને સામાન્ય વીજળીની સરખામણીમાં ખૂબ જ ઓછા છે. દર વર્ષે આશરે 60 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના ઘટાડાને પરિણામે આ યોજનાનો અમલ હવામાનને રક્ષણાત્મક બનાવવા માટે પણ મદદ કરે છે. તેથી આખરે તે પર્યાવરણ અને આરોગ્ય બંને માટે સલામત છે.

સોલાર રૂફટોપ યોજનાની સબસીડી

ક્રમકુલ ક્ષમતાકુલ કિમત પર સબસીડી
1.3 KV સુધી40%
2.3 KV થી 10 KV સુધી20%
3.10 KV થી વધુસબસીડી નહિ મળે

Benefits of Solar Rooftop Sahay Yojana (સોલાર રૂકટોપ યોજનાના લાભ)

  • જે પણ વ્યક્તિ આ સોલાર રૂફટોપ યોજનાનો લાભ લે છે, તેમને પાંચ વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે.
  • દર યુનિટ 2.50 રૂપિયાના લેખે આપવામાં આવે છે અને આખરે સરકાર રૂપિયા એ દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા.
  • કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી, આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સની ગેરંટી આપે છે.
  • અને આ લાભ લેવાથી તમે દર મહિને કરવા પડતાં વીજળીના બિલ ની રાહત મળી શકે છે.

Solar Rooftop Yojana Calculator | સૂર્ય રૂફટોપ યોજના અન્‍વયે સૌર ઉર્જા માટેનું કેલ્ક્યુલેટર

Gujarat Solar Rooftop Yojana 2023 : ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. આ સોલાર રૂફટોપ યોજના દ્વારા તમે યોજના હેઠળ ખર્ચ, ઉર્જા વગેરેની ગણતરી કરી શકો છો. જો પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો, કેન્‍દ્ર સરકાર દ્વારા આ યોજના માટે Solar Rooftop Yojana Calculator સેવા ચાલુ કરવામાં આવેલી છે.

મહત્વપૂર્ણ લિંક

Official Website: Click Here

Leave a Comment