વિધવા મહિલાઓને આર્થિક સહાય યોજના

વિધવા સહાય યોજના 2023 માટેની પાત્રતા

– આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને મળશે. – ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ. – શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ. – 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.

Vidhva Sahay Yojana Documents

1.વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો 2. આધારકાર્ડ 3. રેશનકાર્ડની નકલ 4. આવક અંગેનો દાખલો 5. વિધવા હોવા અંગેનો દાખલો 6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર 7. અરજદારની ઉંમર અંગેના પુરાવા 8. બેંક ખાતાની નકલ

Vidhva Sahay Yojana Documents

1.વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો 2. આધારકાર્ડ 3. રેશનકાર્ડની નકલ 4. આવક અંગેનો દાખલો 5. વિધવા હોવા અંગેનો દાખલો 6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર 7. અરજદારની ઉંમર અંગેના પુરાવા 8. બેંક ખાતાની નકલ

How To Online Apply Vidhva Sahay Yojana

– વિધવા લાભાર્થીઓ સૌપ્રથમ તમામ ડોક્યુમેન્‍ટ ભેગા કરવાના રહેશે. – તમામ ડોક્યુમેન્‍ટ એકઠા કર્યા બાદ ગ્રામ પંચાયતના લાભાર્થી હોય તો VCE પાસે જવાનું રહેશે. – અને જો તાલુકા/નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી જવાનું રહેશે. – VCE અથવા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને vidhva sahay yojana gujarat form pdf આપશે. – જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે. જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે. – વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે. – ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરશે.

Vidhava Sahay Yojana Helpline

વિધવા સહાય યોજનાની ઓનલાઈન ભરવાનું રહેશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે. Digital Gujarat Portal Helpline 18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે.

વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો

નિરાધાર વિધવા લાભાર્થીઓને પોતાની સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે. જે નીચે મુજબ છે. ● વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી.  તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર     સંબંધિત મામલતદાર કચેરીમાં જમા  કરાવવાનું રહેશે. ● વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું  પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં  આપવાનું રહેશે.