1 જાન્યુઆરીથી આ લોકો UPI પેમેન્ટ નહીં કરી શકે સેવાનો ઉપયોગ, NPCIએ લીધો મોટો નિર્ણય

1 જાન્યુઆરીથી આ લોકો UPI પેમેન્ટ : જો એક વર્ષથી આઈડીમાંથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થયું નથી, તો તેને બંધ કરી દેવામાં આવશે. નવા વર્ષથી ગ્રાહકો આ આઈડીથી ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે.

NPCIને ખોટા ટ્રાન્ઝેક્શનની ઘણી ફરિયાદો મળી છે, જેને જોતા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હીઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ યૂપીઆઈને લઈને મોટો નિર્દેશ જાહેર કર્યો છે.

UPIનું સંચાલન કરનારી સંસ્થા PhonePe અને Google Pay જેવી થર્ડ પાર્ટી એપ્સ અને બેંકોને નિર્દેશ આપ્યો છે કે, તે આવા યૂપીઆઈ આઈડી બંધ કરે, જેમાં એક વર્ષથી કોઈ જ ટ્રાન્ઝેક્શન થયુ નથી.

આવું કરતા પહેલા યૂઝર્સે ઈમેઈલ કે મેસેજ દ્વારા નોટિફિકેશન પણ મોકલવા માટે કહેવામાં આવ્યું છે. NPCIએ તેના માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.

NPCIના આ પગલાથી યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન વધુ સુરક્ષિત થવાની આશા છે. આ ઉપરાંત ઘણા ખોટા ટ્રાન્ઝેક્શન પર પણ પ્રતિબંધ લાગશે.

નિર્દેશ બાદ હવે બધા એપ્સ અને બેંક નિષ્ક્રિય ગ્રાહકોના યૂપીઆઈ આઈડી અને તેનાથી જોડાયેલા મોબાઈલ નંબરને વેરિફાઈ કરશે. 1 વર્ષ સુધી કોઈ ક્રેડિટ કે ડેબિટ થયું નથી, તો યૂપીઆઈ આઈડીને બંધ કરી દેવામાં આવશે.

જો એક વર્ષથી આઈડીમાંથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થયું નથી, તો તેને બંધ કરી દેવામાં આવશે. નવા વર્ષથી ગ્રાહકો આ આઈડીથી ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે. NPCIને ખોટા ટ્રાન્ઝેક્શનની ઘણી ફરિયાદો મળી છે,

જેને જોતા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ઘણીવાર એવું થાય છે કે, લોકો તેમનો મોબાઈલ નંબર બદલે છે અને તેની સાથે સંબંઘિત યૂપીઆઈ આઈડીને બંધ કરતા નથી. આ નંબર કોઈ અન્યને મળી જાય છે અને યૂપીઆઈ આઈડી ત્યાં એક્ટિવેટેડ જ રહે છે.

એવામાં આ નંબર પર જો કોઈએ રૂપિયા મોકલ્યા તો તે વ્યક્તિે મળશે, જેની પાસે તે નંબર છે.

યૂપીઆઈનું ફુલ ફોર્મ Unified Payment Interface (UPI) છે. તે તરત જ ઓનલાઈન પેમેન્ટની રીત છે. યૂપીઆઈને બનાવનારી તેમજ સંચાલન કરનારી સંસ્થા NPCI છે.

તમે ભીમ, ગૂગલ પે, ફોન પે કે કોઈ પણ બેંકના એપ પર યૂપીઆઈ આઈડી જનરેટ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. યૂપીઆઈનો ઉપયોગ કરવા માટે કોઈ એડિશનલ ચાર્જ ચૂકવવો પડતો નથી.