Tourist place, લક્ષદ્વીપ માં ફરવા જવું હોય તો કેટલો ખર્ચ આવશે? કઈ જગ્યાઓ અને ખાસ ભોજન છે ફેમસ, જાણો વધુ મહિતી.

તમે સમુદ્રનાં મીઠા અવાજની શાંતિ, મધૂરતા અને સૌંદર્યની સુંદરતાનો આહલાદક અનુભવ લેવા માંગો છો? તો લક્ષદ્વીપ તમારા માટે એકદમ યોગ્ય જગ્યા છે.

લક્ષદ્વીપ ફરવાનો શ્રેષ્ઠ સમય ફરવા માટેનો સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચની વચ્ચેનો માનવામાં આવે છે. આ દરમિયાન વાતાવરણ રળિયામણું હોય છે જે હરવા-ફરવા માટે આરામદાયક છે.

આમ તો ગરમીની સિઝનમાં પણ તમે ત્યાં જઈ જ શકો છો. આ દરમિયાન ભીડ ઓછી હોવાને લીધે ફરવામાં ઘણી સરળતા રહે છે.

લક્ષદ્વીપનું બજેટ  4 દિવસ અને 3 રાત માટે લક્ષદ્વીપ ટૂર પેકેજ આશરે 23,049 રૂપિયા (વ્યક્તિદીઠ) થી શરૂ થાય છે. જો કે આ પેકેજ લક્ષદ્વીપ પહોંચ્યા પછી શરૂ થાય છે.

કોચીથી લક્ષદ્વીપ સુધીની 14-20 કલાકની જહાજની મુસાફરીમાં 2200-5000 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે ફ્લાઇટનાં ભાવ 5500 રૂપિયાથી શરૂ થાય છે.

અગટ્ટી આઈલેંડથી તમે બોટ દ્વારા મિનિકોય આઈલેંડ, કલ્પેની આઈલેંડ અને અન્ય આઈલેંડ જઈ શકશો. તમે અગટ્ટીથી કવરત્તી આઈલેંડ સુધી હેલીકોપ્ટરની સવારીનો પણ આનંદ માણી શકશો.

ફરવાલાયક સ્થળો  અગટ્ટી અને બંગારામ આઈલેંડ લક્ષદ્વીપમાં ડોલ્ફિન જોવા માટે બેસ્ટ છે. અહીં સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઈવિંગ અને અંડરસી વોકિંગ જેવા એડવેંચર કરી શકાય છે.

ફરવાલાયક સ્થળો  એટલું જ નહીં પર્યટકો અહીં કાયાકિંગ, કેનોઈંગ, જેટ-સ્કીઈંગ, કિટ્સર્ફિંગ અને પેરાસેલિંગની મજા પણ માણી શકે છે.

લક્ષદ્વીપમાં ભોજન લક્ષદ્વીપમાં ભોજનની વાત કરીએ ત્યારે કેરળ જરૂરથી યાદ આવે છે. મોટાભાગનાં ઘરોની રસોઈમાં મલબારનાં પકવાનો જોવા મળે છે. દરેક ડિશમાં થોડું નારિયેળ તેલ અને મીઠા લીમડાનો વઘાર માણવા મળે છે.

અહીં ચોખા મુખ્ય ભોજન છે  આ સાથે જ SEA FOOD ખાવાની પણ મજા લઈ શકાય છે. લગ્નોમાં કિલંગજિ નામક અંડા અને ભાતની વાનગીઓ બને છે.