આ યોજનામાં ડ્રોનથી દવાના છંટકાવ માટે કુલ ખર્ચના 90 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 500 સુધી બંને માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ પર મળવાપાત્ર રહેશે. આ યોજના આખા વર્ષમાં 5 છંટકાવ સુધી લઈ શકાય છે.
આ યોજનામાં ખેડૂત પોતાની ખેતી માટે યંત્ર ભાડે લઈ શકે અને વધુ પાક સરળતાથી મેળવી શકે તેના માટે સરકાર દ્વારા 8,50,000 સુધી સહાય આપવામાં આવે છે. આ યોજનાની વધુ માહિતી માટે તમે ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો.
આ યોજનામાં સરકાર દ્વારા ખેડૂતને પ્રોજેકટ બેઈઝ પ્રોસેસીંગ યુનિટ નાખવા માટે ખર્ચના 50 ટકા અથવા 10,00,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે એ મળવાપાત્ર રહેશે.
આ યોજનામાં ખેડૂતોને તાડપત્રી ખરીદવા માટે તાડપત્રીની કુલ કિંમતના 75 ટકા અથવા રૂપિયા 1875 બંનેમાંથી જે ઓછું હોય તેનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનામાં એક ખેડૂત વધુમાં વધુ 2 તાડપત્રી ખરીદી શકે છે.
આ યોજનામાં સિંચાઈ માટે ઓઇલ એન્જીન 3 થી 3.5 હોર્સ પાવરની ખરીદી પર કુલ કિંમતના 75 ટકા અથવા 8,700 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
આ યોજનામાં પાઇપની ખરીદી પર કુલ કિંમતના 50 ટકા અથવા રૂપિયા 15,000 પ્રતિ ખેડૂત બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.