દુકાન સહાય યોજના 2023 । નવી દુકાન ખોલવા માટે સરકાર આપશે 1 લાખની લોન,અરજી ફોર્મ જુઓ તમામ માહિતી

સરકાર લોકોને પગભર કરવા માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડતી હોય છે પરંતુ  માહિતીના અભાવના કારણે લોકો તેનો લાભ નથી લઇ શક્તા. આજે અમે તમને એક એવી જ  યોજના વિશે જણાવીશું જેનો લાભ લઇને તમે તમારો ધંધો શરૂ કરી શકો છો. આ  યોજનાનું નામ છે Stationery Dukan Sahay Yojana 2023.આ યોજના હેઠળ સરકાર  એવા લોકોને આર્થિક સહાય પૂરી પાડે છે જેમની આર્થિક સ્થિતી નબળી હોય. આ  યોજનાનો લાભ લઇને તેઓને બેંકના ઉચ્ચ વ્યાજ ભરવાની જરૂર રહેતી નથી. સરકાર આ  લોકોને ઓછા વ્યાજદરે લોન આપે છે જેથી તેઓ પોતાની દુકાન શરૂ કરી શકે.

યોજનનું નામ:  સ્ટેશનરી દુકાન સહાય યોજના

સંસ્થા : આદિજાતિ વિકાસ નિગમ

વર્ષ : 2023

રાજ્ય : ગુજરાત

સહાયની રકમ : 1,00,000

જરૂરી દસ્તાવેજ : – આધારકાર્ડ – ફોટો – રેશનકાર્ડ – ચૂંટણીકાર્ડ – લાઇટબીલ – પાનકાર્ડ – ધરવેરાની રશીદ – જાતિનો દાખલો – આવકનો દાખલો – ધંધાનો અનુભવનું સર્ટીફીકેટ અથવા તાલીમનું સર્ટીફીકેટ – તથા અન્ય

હેલ્પલાઈન નંબર : હેલ્પલાઇન નંબર 07923253891 અને 07923253893

આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે