ભીડ વધશે તો રામમંદિર 18 કલાક ખુલ્લું રહેશે

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. ત્યારબાદ 23 જાન્યુઆરીએ તમામ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.

ટ્રસ્ટ એ સુનિશ્ચિત કરવાનું વિચારી રહ્યું છે કે કોઈ પણ ભક્ત દર્શન કર્યા વિના પાછા ન ફરે. ભીડના કિસ્સામાં રામલલ્લાનો દરબાર 15 થી 18 કલાક સુધી ખુલ્લો રહી શકે છે.

બીજી તરફ પ્રાણપ્રતિષ્ઠા પહેલાં રવિવારથી જ રામમંદિર નિર્માણ સમિતિની બેઠક છે. આ પહેલાં કન્સ્ટ્રક્શન કમિટીના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ રામમંદિર સંકુલ અને જન્મભૂમિ પથ પર ચાલી રહેલાં નિર્માણ કાર્યોને નિહાળ્યાં હતાં.

એન્જિનિયર સાથે વાત કરી. પ્રાણપ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને આ બેઠક દર 15 દિવસે યોજવામાં આવી રહી છે.

શનિવારે અયોધ્યામાં એક કાર્યક્રમ દરમિયાન રામમંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે 22 જાન્યુઆરીએ દેશભરનાં 5 લાખ મંદિરોમાં ભવ્ય પૂજા અને ઉજવણી થશે.

ચંપત રાયે કહ્યું કે 22 જાન્યુઆરી એ 500 વર્ષના સંઘર્ષનું પરિણામ છે.  દરેક રામભક્તે આ ઉત્સવનો આનંદ માણવો જોઈએ અને પોતાના ઘરે તેને ઊજવવો જોઈએ. આ પછી રામલલ્લાનાં દર્શન કરવા આવો.

આપણે આપણાં જીવન મૂલ્યોની રક્ષા માટે પોતાનાં મંદિરોને સતત સંઘર્ષ કરીને પ્રાપ્ત કરી શકીએ. સતત સંઘર્ષનું પરિણામ રામ જન્મભૂમિ છે.

જો ભારતનાં 5 લાખ મંદિરો અને કરોડો ઘરોમાં દરેક ઘરમાં 5 દીવા પ્રગટાવવામાં આવે,  એક દિવાળી તમે રાવણના વિજય પછી ઊજવો છો.  આ બીજી એક દિવાળી હશે, જેનાથી આખો દેશ રામમય બની જશે.

6 થી 8 મહિના પછી તેમાં  શ્રી રામ, માતા સીતા અને હનુમાનજી સહિત ચાર ભાઈઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

પથ્થરની ઉંમર એક હજાર વર્ષ છે. પથ્થર જમીનના સંપર્કમાં આવ્યા પછી ભેજને શોષી લે છે. તેથી જ રામમંદિરના પાયામાં ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જટાયુનું મંદિર તૈયાર છે. રામમંદિરના વિશાળ પરિસરમાં વશિષ્ઠ, વાલ્મીકિ અને શબરીનાં  મંદિરો પણ બનાવવામાં આવી રહ્યાં છે.