NCL Recruitment 2023: સરકારી કંપની NCL માં 1140+ જગ્યાઓ પર કોઈપણ પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, અંતિમ તારીખ ખબુજ નજીક

NCL Recruitment 2023: સરકારી કંપની નોર્ધન કોલફિલ્ડ્સ  લિમિટેડ દ્વારા 1140+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે. આ  ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે અગત્યની તારીખો, પોસ્ટનું  નામ, ખાલી જગ્યા, શેક્ષણિક તથા અન્ય લાયકાત, પગારધોરણ, અરજી ફી, વયમર્યાદા,  અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો, અરજી કઈ રીતે કરવી વગેરે આજના આ લેખમાં  જાણવા મળશે તો અમારી તમને વિનંતી છે કે આ લેખમાં અંત સુધી બન્યા રહેજો.

પોસ્ટનું નામ: નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, સંસ્થા  દ્વારા અલગ અલગ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા અરજદારોની પાસે  અરજી મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા: નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ  ભરતીમાં કુલ 1140 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોસ્ટ  અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

વય મર્યાદા: નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ  ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ અને વધુમાં વધુ  વયમર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને  ગવર્નમેન્ટ રૂલ્સ અને રેગ્યુલેશન અનુસાર વયમર્યાદામાં રાહત આપવામાં આવશે.

પગાર: માસિક સ્ટાઈપેન્ડ રૂપિયા 7,700 થી 8,050 સુધી ચુકવવામાં આવશે.

લાયકાત: નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ  ભરતીમાં આવેદન કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 10 પાસ તથા જે તે  ટ્રેંડમાં આઇટીઆઇ કરેલું હોવું જરૂરી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.  લાયકાતની વિસ્તારપૂર્વક માહિતી માટે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો.

પસંદગી પ્રક્રિયા: નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ,  ઉમેદવારોની પસંદગી અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણના મેરીટ દ્વારા ઉપલબ્ધ જગ્યાઓ  માટે કરવામાં આવશે.

અરજી ફી: નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતી  માટે અરજી કરવામાં રસ ધરાવતા જનરલ, ઓ.બી.સી, એસ.સી, એસ.ટી, પૂર્વ સૈનિક,  વિકલાંગ તથા મહિલા ઉમેદવારો એટલે કે તમામ લોકોએ અરજી ફી ચૂકવવાની જરૂર  રહેતી નથી.

નોંધ:  આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર હોઈ શકે છે.  અમારી તમને વિનંતી છે કે અરજી કરતી પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવર  વેબસાઈટ પર જઈ, જાહેરાત ચકાસી તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવી.