Namo Lakshmi Yojana Gujarat: નમો લક્ષ્મી યોજના ગુજરાત 

 ગુજરાતના નાણામંત્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024ની જાહેરાત કરી છે.

આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં 

 અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂ. 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.

 “નમો લક્ષ્મી યોજના” નો મુખ્ય હેતુ કન્યાઓને આર્થિક સહાય આપવાનો છે. 

જેથી વિદ્યાર્થીનીઓ સારો અભ્યાસ મેળવી શકે. 

અધવચ્ચે કોઈ શિક્ષણ છોડે નહિ અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે.

નમો લક્ષ્મી યોજનામાં મળતી સહાય

ધોરણ-9 અને ધોરણ-10 માં કુલ 20,000 રૂપિયાની સહાય આપવમાં આવશે. 

 જેમાં ધોરણ-9 માં 5,000 રૂપિયા અને ધોરણ-10 માં 5,000 પ્રમાણેની સહાય આપવામાં આવે છે. 

 તેમ કુલ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. 

 બાકીનાં 10,000 રૂપિયા ધોરણ-10 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે.