ઈન્ડિયન એરફોર્સના ફાઇટર જેટને GE એન્જિન મળશે:મોદી-બાઈડન ડ્રોન ડીલની જાહેરાત કરશે, અમેરિકન કંપની અને HAL વચ્ચે એન્જિન બનાવવાનો કરાર.
અમેરિકાની GE એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ફાઈટર પ્લેન એન્જિન બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. GEએ આ અંગેના MOUની માહિતી આપી છે. GEના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેના ફાઈટર પ્લેન એન્જિનનો ઉપયોગ કરશે.
મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન થયેલા આ કરારને GEએ ઐતિહાસિક ગણાવ્યો છે.