Title 1Mahila Samridhi Yojana : મહિલાઓને ₹ ૧,૨૫,૦૦૦ ની સહાય

વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્‍વરોજગારી ઉભી કરવા માટે લક્ષ્‍યાંક જૂથની મહિલા તથા 

 આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો/વ્‍યવસાય કરી શકશે.

મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ સરકાર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે

સ્‍વરોજગારી ઉભી કરવા માટે ₹. ૧,૨૫,૦૦૦/- સુધીની લોન આપવામાં આવશે, જેમાં વ્‍યાજનો દર વાર્ષિક ૪ % રહેશે

મહિલા સમૃદ્ધિ યોજનાની પાત્રતા

અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઇએ.

તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, 

 જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે

અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.

અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.