ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, દર મહિને મળશે 1000 થી 1250 સુધીની સહાય

જો તમારા ઘરમાં પણ કોઈ સભ્ય 60 વર્ષ કે તેથી વધુ વયના હોય તો સરકારની આ  યોજના હેઠળ રૂપિયા 1000 થી 1250 રૂપિયાની સહાય દે મહિને મળવાપાત્ર છે.  મિત્રો આ યોજનાનું નામ ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે. આ  યોજનાનો લાભ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે ? અરજી  ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે ? કોને કોને વૃદ્ધ પેન્શન યોજના નો લાભ મળશે  ?

લેખનું નામ : ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના

યોજના : ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના

સહાય  : 1000 થી 1250 રૂપિયા

લાભાર્થી  : 60 વર્ષથી વધુ વય હોય તે વ્યક્તિ

સહાય ની ચૂકવણી : બેંક એકાઉન્ટ દ્વારા

યોજના  : રાષ્ટ્રીય યોજના

 યોજના હેઠળ મળવાપાત્ર સહાય  : 60 થી 79 વર્ષરૂપિયા 1000/- 80 કે તેથી વધુ વયરૂપિયા 1250/-

              ડોક્યુમેન્ટ્સ  : 1.ઉંમર નું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/ ડોકટર દ્વારા આપેલ ઉંમર નું પ્રમાણપત્ર 2.આધાર કાર્ડ 3.ગરીબી રેખાની યાદીમાં નામ હોય તેનું પ્રમાણપત્ર 4.બેંક / પોસ્ટ ઓફિસ પાસબુક 5.પાસપોર્ટ સાઇઝ ફોટો

ફોર્મ આપવાનું સ્થળ: ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ જોડી ને અરજી ફોર્મ તમે મામલતદાર કચેરીએ / જિલ્લા /  તાલુકા જન સેવા કેન્દ્ર એ આપવાનું રહેશે. ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતથી  ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.