ગ્રેજ્યુએશન પછી શું કરવું તેના ટેન્શનમા છો ? કરી શકો આટલી ભરતીઓમા એપ્લાય, આજે જ શરૂ કરી દો તૈયારીઓ

આપણે ત્યાર ધોરણ 12 પુરૂ કર્યા પછી મોટાભાગે વિદ્યાર્થીઓ કોલેજ અને તેમા પણ ખાસ કરીને બી.એ. કરવાનુ વધુ પસંદ કરતા હોય છે. પરંતુ કોલેજ એટલે કે બી.એ., બી.કોમ પુરૂ કરીને આગળ શું કરવુ તેની વિદ્યાર્થીઓ ચિંતા મા હોય છે. આજે આપણે ગ્રેજયુએશન કર્યા પછી કઇ કઇ સરકારી ભરતીઓ માટે એપ્લાય કરી શકો તેની માહિતી મેળવીશુ

જો તમે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન એટલે કે બી.એ. કરેલ હોય અને નોકરી શોધી રહ્યા હોય, તો તમારા માટે ઘણી સારી તકો રહેલી છે. આજે તમને નોકરીના આવા જ કેટલાક વિકલ્પો વિશે જણાવવા જઇ રહ્યા છે જેના માટે ગ્રેજ્યુએશન જરૂરી હોય છે. આ ઓપ્શન મા માત્ર ખાનગી ક્ષેત્રમાં જ નહીં પરંતુ સરકારમાં પણ ઘણી તકો રહેલી હોય છે. ગ્રેજયુએશન બાદ આવતી નોકરીઓ ની ભરતીઓ પર એક નજર કરીએ.

ગ્રેજ્યુએશન પછી શું કરવું તેના ટેન્શનમા છો

બી.એ. કર્યા પછી જો તમે પ્રાથમિક કે માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માંગતા હોય તો તેના માટે તમારે બી.એડ. કરવુ પડશે. બી.એ. નો 2 વર્ષ નો કોર્ષ કર્યા બાદ તમારે શિક્ષક બનવા માટે TET,TAT પરીક્ષાઓ પાસ કરવી પડશે. TET પરીક્ષા પાસ કર્યા બાદ તમને પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે નોકરી મળી શકે છે. અને TAT પરીક્ષા પાસ કર્યા પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ 9 થી 12 મા નોકરી મળી શકે છે.

શિક્ષક બનવાની તક

BA કર્યા પછી, તમે UPSC CSE પરીક્ષાઓ માટે અરજી કરી શકો છો, જે દેશની સૌથી પ્રતિષ્ઠિત અને અઘરી પરીક્ષાઓમાંની એક છે. ઉમેદવારો UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષાઓ માટે અરજી કરી શકે છે, જે IAS અને IPS માટેના ઉમેદવારોને અન્ય પોસ્ટ્સ વચ્ચે પસંદ કરવામાં આવે છે. ઉપરાંત, જે ઉમેદવારો તેમના અંતિમ વર્ષમાં પરિણામની રાહ જોઈ રહ્યા છે તેઓ પણ UPSC પ્રિલિમિનરી પરીક્ષા આપી શકે છે. આ સાથે પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે જ સમયે, અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવે છે.

IAS, IPS બનવાની તક

લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરશન ઓફ ઇન્ડીયા એટલે કે LIC મા અવારનવાર ઘણી ભરતીઓ બહાર પડતી હોય છે. તેમા પણ ગ્રેજ્યુએશન કર્યા બાદ એપ્લાય કરી શકાય છે.

LIC જોબ

દેશની રાષ્ટ્રીયકૃત બેંકોમા અવારનવાર મોટી ભરતીઓ અવાતી હોય છે. તેમા પ્રોબેશનરી ઓફીસર અને ક્લાર્કની જગ્યાઓ મુખ્ય છે. આ ભરતીઓ માટે ગ્રેજયુએટ થયેલા ઉમેદવારો એપ્લાય કરી શકે છે. તમે જો બેંકીંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંંગતા હોય તો આ ભરતી પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ.

બેંક જોબ

– GPSC દ્વારા થતી ભરતીઓ – ગૌણ સેવા પસંદગી મંડલ દ્વારા થતી ભરતીઓ – પંચાયત સેવા પસંદગી મંડળ દ્વાર થતી ભરતીઓ – અન્ય વિભાગો દ્વારા થતી ભરતીઓ

ગુજરાત સરકારની ભરતીઓ