Gandhinagar News :  ગિફ્ટ સિટી (ગાંધીનગર) માં દારૂની છૂટ, જાણો કોણ પી શકશે અને કોણ વેચી શકશે?

ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે એક પ્રેસનોટ જાહેર કરી છે.

આ પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કામ કરતા  કર્મચારીઓ અને અધિકૃત મુલાકાતીઓને દારૂના સેવનની છુટ્ટી આપવાનો નિર્ણય  લેવામાં આવે છે.

આ છૂટછાટ સમગ્ર ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કામ કરતા અધિકૃત કર્મચારીઓ અને માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે

જેનાથી તેઓ આવી ‘વાઇન એન્ડ ડ્રાઇન’ આપતી હોટલ, રેસ્ટોરાં, ક્લબમાં દારૂનું સેવન કરી શકશે.

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT CITY) એ ગ્લોબલ ફાઈનાન્સિયલ અને ટેકનોલોજીનું હબ છે.

સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં “વાઇન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે  પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT CITY) ખાતે આવેલ કે આવનાર  હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે  કે એફ. એલ. 3 પરવાના મેળવી શકશે.

GIFT CITY ખાતે અધિકૃત રીતે કામ કરતાં કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત  લેતા મુલાકાતીઓ હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂનું સેવન કરી શકશે પરંતુ  હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂની બોટલનું વેચાણ કરી શકશે નહીં.

આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ અને માલિકોને લિકર પરમીશન આપવામાં આવશે.

જેના દ્વારા તેઓ આવી “વાઇન એન્ડ ડાઈન” આપતી ગિફ્ટ સિટીની હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂનું સેવન કરી શકશે

આ સિવાય દરેક કંપની જેને ઓરથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી  પરમિટથી આવી હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની  હાજરીમાં દારૂનું સેવક કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે.