ડો.આંબેડકર આવાસ યોજના :  મેળવો રૂ.1 લાખ 20 હજારની મકાન સહાય,

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતીના લોકોને માટે આંબેડકર આવાસ યોજના  અંતર્ગત ઘર બનાવા માટે ₹1,20,000 ની સહાય આપવામાં આવે છે.

યોજનાનું નામ : ડો.આંબેડકર આવાસ યોજના

ડો.આંબેડકર આવાસ યોજનાનો મુખ્ય હેતું : અનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘર વિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય એમને આવાસ યોજના અંતર્ગત સહાય પૂરું પાડવાનો હેતું.

આ યોજના હેઠળ કોને લાભ મળશે / લાભાર્થી : ગુજરાતના અનુસુચિત જાતિ (SC) જ્ઞાતિઓ નાગરિકોને

ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર સહાય : આંબેડકર આવાસ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં રૂ. 1,20,000/- ની સહાય આપવામાં આવે છે. તથા અન્ય બે યોજનાનાં લાભ પણ મળે છે.

આ ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રથમ હપ્તામાં રૂ. 40,000/- સહાય બેંન્ક ખાતામાં આપવામાં આવે છે.

બીજા હપ્તા પેટે રૂપિયા 60,000/- લાભ મળવાપાત્ર થાય છે.

ત્રીજા હપ્તા પેટે રૂપિયા 20,000/- મળવાપાત્ર થાય છે.

મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.

લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.