કન્જેક્ટિવાઈટિસ: આંખ આવવાથી બચવાના ઉપાયો

કન્જેક્ટિવાઈટિસ: હાલમાં શહેરોમાં જોવા મળતા વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. એડીનો ચેપના કરને કેસો વધી રહ્યા છે. આ વાઇરસના ચેપના કારણે કેસો વધી રહ્યા છે.

– આંખ આવવાના કેસોમાં સતત વધારો. – ડોક્ટરની તાત્કાલિક સલાહ સુચનો લ્યો.

આ વાયરસને સામાન્ય રીતે આંખ આવવી કહેવામાં આવે છે. શહેરોમાં આ વાયરસનો સતત વધારો જોવા મળે છે. આંખોમાં જોવા મળતો આ વાઇરસથી ગભરાવાની જરૂર નથી પણ, વધુ ફેલાય નહીં તે માટે નજીકના આરોગ્ય કેન્દ્ર માંથી યોગ્ય સારવાર મેળવો અને જરૂરી સાવચેતી રાખવી. દિવસેને દિવસે ટૂંકા સમયમાં જ આ રોગ લોકોમાં પ્રસરી રહ્યો છે. સાથે જ આંખ આવવાના કેસમાં દર્દીઓ દ્વારા માન્યતા પ્રમાણે ઘરગથ્થુ ઈલાજ કરવામાં આવે છે, જે યોગ્ય નથી, નિષ્ણાંત તબીબ પાસેથી રોગની સારવાર મેળવવી યોગ્ય હોય છે.

કન્જેક્ટિવાઈટિસ/કન્જકટીવાઈટીસના લક્ષણો

– આંખો લાલ થવી. – આંખમાં ખંજવાળ આવવી. – આંખમાંથી સતત પાણી પડવું. – આંખમાં દુઃખાવો થવો. – આંખના પોપચાં ચોંટી જવા. – ઘણી વખત આંખમાંથી પરૂ પણ નીકળી શકે.

કન્જકટીવાઈટીસ થવાના કારણો

વાયરલ અને બેક્ટેરીયલ કંઝક્ટિવાઈટિસ – છીંક / ખાંસી ખાતા ચેપ લાગે – સીધા સંપર્ક દ્વારા

એલર્જીથી થતો કંઝક્ટિવાઈટિસ

– પાલતુ પ્રાણીના ખોડાથી – ધૂળ-રજકણ કચરાથી – ફૂલ-ફળ પરાગરાજથી

કન્જકટીવાઈટીસથી બચવા શું કરવું

– સંક્રમિત વ્યક્તિએ ચશ્માં પહેરવા – આંખમાંથી પાણી નીકળતું હોય તો એ વહીને ગાલ પર આવે ત્યારે ટીસ્યુ પેપરથી સાફ કરવું. – ચેપી વ્યક્તિનો રૂમાલ અલગ રાખવો. – સંક્રમિત વ્યક્તિએ વારંવાર હાથ ધોવા. – ચેપી બાળકથી કાળજી લેનાર વાલીએ વારંવાર હાથ ધોવા. – તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવી.

કન્જકટીવાઈટીસથી બચવા શું ન કરવું

– હાથ આંખને અડાડવો નહી કે આંખ ચોળવી નહી. – સક્રમિત વ્યક્તિ સાથે હસ્તધનન ટાળવું તેમજ તેને અડેલી વસ્તુને અડવું નહી. – સંક્રમિત વ્યક્તિએ ઉપયોગ કરેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવો. – જાતે એન્ટીબાયોટીક કે સ્ટિરોઈડના ટીપા આંખમાં નાખવા નહી. – સંક્રમિત બાળકો સાથે બીજા બાળકો રમવાનું ટાળવું. – ડોક્ટરની સલાહ લ્યો.

કન્જકટીવાઈટીસ

નોંધ: આ માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા મારફતે મળેલ છે તેથી જો તમને આપેલ લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે આંખની તપાસ કરાવીને સર્વર કરાવો.