Coir Udyami Yojana in Gujarati: કાથી બનાવતા કારીગરોને રૂપિયા 10 લાખ સુધી મળશે સબસીડી સહાય.

         પિય્ર વાંચકો, ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવે છે. જેને લોંચ કરીને નાગરિકોના હિતમાં અમલી પણ બનાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર દ્વારા ખાદી કારીગરો માટે વીમા યોજના કાર્યરત કરી છે. ખેડૂતો માટે પીએમ કિસાન યોજના ચાલુ કરેલ છે. પરંતુ આવી જ એક યોજના વિશે આપણે વાત કરીશું. જેનું નામ છે, Coir Udyami Yojana in Gujarati. આ યોજના હેઠળ કોણે લાભ મળે તેની માહિતી મેળવીશું.

મિત્રો આ એક નારિયેળનાં કુચામાંથી બનતા ઉત્પાદનો માટેની યોજના છે.  કાથીની પ્રોડ્ક્ટ બનાવતા કારીગરોને પ્રોત્સાહન કરવા માટે આ યોજના ચાલુ કરેલ  છે.  આ Coir Udyami Yojana 2023 થકી અરજદારને સબસિડી મળશે. આ કાથી ઉદ્યમી  યોજના માટે અરજદારે કેવી રીતે અરજી કરવી?, અરજી કરવા માટે કોણ પાત્ર છે.  અરજદારને આ યોજનાથી શું લાભ થશે. અરજદાર આ યોજના માટે કેવી રીતે ઓનલાઈન  અરજી કરી શકે. આ પ્રકારની તમામ જાણકારી આપણે આગળ આજ પોસ્ટમાં જાણીશું.

કાથી બનાવતા કારીગરો માટેની યોજના

આ નારિયેળમાંથી નીકળતું એક પ્રકારનું કુદરતી ફાઇબર છે. આ ફાઈબરનો ઉપયોગ  કાલીન, બ્રશ અને ગાદલા બનાવવામાં થાય છે. કાથી બનાવતા કારીગરો મોટાભાગે  નારિયેળ જે વિસ્તારમાં વધારે હોય ત્યાં કરવામાં આવે છે. આ કાથી ઉત્પાદનનો  વ્યવસાય કરવાં માટે ભારત સરકારે Coir Udyami Yojana ની શરુઆત કરેલ છે. જેના  વિશે વધુ માહિતી આપણે આજ આર્ટિકલમાં જાણીશું.

કાથી બનાવતા કારીગરો માટેની યોજના

યોજનાનું નામ: Coir Udyami Yojana યોજનાની શરૂઆત કોણે કરી: ભારત સરકારયોજનાનો હેતુકાથીનો વ્યવસાય અને વ્યાપાર માટે સબસિડી ની સહાય આપવી લાભાર્થી: કારીગરોઅધિકૃત વેબસાઈટ: https://www.myscheme.gov.in/schemes/cuy

યોજનાનો ઉદેશ્ય

આ યોજનાનો એ જ ઉદ્દેશ્ય છે કે, જે વિસ્તારોમાં કાથી ઉદ્યોગ કરવામાં આવે  છે. તેમનાં વ્યાપાર આધુનિક અને વધુ ઉત્પાદન વાળુ બનાવવું. આ માટે સરકાર  કયર ઉદ્યમીઓને સબસિડી ની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આ કયર ઉદ્યમી યોજનાથી  દરિયા કિનારા અને નારિયેળવાળા વિસ્તારમાં રોજગારનાં નવાં અવસર પણ મળશે.

યોજના માટે પાત્રતા

– લાભાર્થી કાથી તથા Coir ના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ. – આ યોજના માટે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. – અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. – લાભાર્થી પોતે લોન મેળવવા સક્ષમ હોવા જોઈએ.

યોજનાનાં હેઠળ મળવાપાત્ર લાભ

– આ કાથીના કારીગરોને આ યોજનામાં વ્યાપારીઓને પોતાનો વ્યાપાર વધારવા માટે લોન અને સબસિડી બન્નેને મળશે. – વ્યાપારી આ યોજનાથી મળનારા લોનથી કાથીની ગુણવત્તાને સુધારી શકશે. – આ યોજના થી નાના ઉદ્યમીને ભારત સરકાર વ્યાપાર કરવાં માટે મદદ કરશે. – જ્યારે વ્યાપારી આ યોજનાથી વ્યાપારની શરુઆત કરશે ત્યારે વ્યાપારીએ 5%  કરવાની રહેશે. – વ્યાપારની લાગતનાં 40% વ્યાપારીઓને સબસિડી મળશે.

ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

– સૌપ્રથમ લાભાર્થી દ્વારા Google Search ખોલવાનું રહેશે. – ત્યારબાદ તેમાં Coir Service નામનો Key Word ટાઈપ કરવાનો રહેશે. – લાભાર્થી દ્વારા તેની અધિકૃત વેબસાઈટ શોધવાની રહેશે. – અરજદારશ્રી દ્વારા https://www.coirservices.gov.in/frm_login.aspx  વેબસાઈટ ખોલવાની રહેશે. – આ વેબસાઈટ આ યોજના માટે આપેલી લિંક પર જવાનું રહેશે. – હવે અરજદારશ્રી દ્વારા જે ઓનલાઈન ફોર્મ આપવામાં આવ્યું હશે, તેમાં તેની માહિતી ભરવાની રહેશે. – લાભાર્થીના ધંધાની વિગતો દાખલ કરવાની રહેશે. – ત્યારબાદ તમામ માહિતી ભર્યા બાદ “સબમીટ” બટન પર ક્લિક કરવાનું રહેશે. – લાભાર્થી દ્વારા ઓનલાઈન ભરેલ ફોર્મથી અરજી નંબર આવશે. – છેલ્લે, આ અરજી નંબરને ધ્યાને રાખીને તેમને એક પ્રિંટ કાઢવાની રહેશે. – આ સિવાય ઓનલાઈન અરજી વખતે કોઈ સમસ્યા કે મદદની જરૂર હોય તો તેની  ઓફિશિયલ વેબસાઈટ પર આપેલા ઈમેઈલ કે Contact પેજમાં સંપર્ક કરી શકાશે.