Chandrayaan 3 ISRO: ચંદ્રયાન-3 અંગે ઇસરોએ કહી મહત્વપૂર્ણ વાત, ચંદ્રયાન-2 કરતા કેટલું આધુનિક છે? જાણો વિગતવાર

Chandrayaan  3 launch date and time :  ઇસરોએ ચંદ્રયાન-3ને  14 જુલાઇના રોજ લોન્ચ  કરવાની ઘોષણા કરી છે. પાંચ વર્ષ અગાઉ ચંદ્રયાન-2માં ખામી સર્જાતા મિશન  મૂનમાં સફળતા મળી ન હતી.

Chandrayaan 3 launch date and time ISRO update : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ  ઓર્ગેનાઈઝેશન (iSRO) ફરીવાર ચંદ્ર પર પહોંચવાની તૈયારી કરી છે. ઇસરોએ  ચંદ્રયાન-3 મિશન શરૂ કર્યુ છે અને 14 જુલાઇના રોજ ફરીવાર ચંદ્ર પર અવકાશ  યાન મોકલશે. અગાઉ વર્ષ સપ્ટેમબર 2019માં ભારતે ચંદ્રયાન-2 મોકલ્યુ હતુ જો  કે ટેકનિકલ ખામીના કારણે સફળતા મળી ન હતી. ઇસરોએ ગત વખતની નિષ્ફળતાના કારણો  શોધીને તેને દૂર કરવાો પ્રયાસ કર્યો છે. હવે સમગ્ર દેશની નજર ચંદ્રયાન-3  ઉપર છે.

ISROના વડાએ ચંદ્રયાન અંગે શું કહ્યું

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ સોમનાથે સોમવારે જણાવ્યું હતું કે, અંતરિક્ષ સંસ્થાએ ચંદ્રયાન-3ને નિષ્ફળતા આધારિત અભિગમ સાથે ડિઝાઇન કર્યું છે.

ચંદ્રયાન-3ની ખાસિયતો, તે ચંદ્રયાન-2થી કેટલું અલગ

ઇસરોનું આ નવું ચંદ્રયાન-3 એ અગાઉના ચંદ્રયાન-2 કરતા વધારે આધુનિક છે. ચંદ્રયાન-3 અવકાશયાન લોન્ચ વ્હીકલ માર્ક-III દ્વારા લોન્ચ કરવામાં આવશે, જે પ્રોપલ્શન, લેન્ડર અને રોવરનું સંયોજન છે. ચંદ્રયાન-3 મિશનમાં ચંદ્રની ધરતીકંપ, ચંદ્ર રેગોલિથ, ચંદ્રની સપાટીના  પર્યાવરણ અને મૂળ રચનાના થર્મો-ફિઝિકલ ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે  વૈજ્ઞાનિક સાધનો છે.

લેન્ડિંગમાં સમસ્યા સર્જાય તો ચંદ્રયાન-3 લેન્ડિંગની જગ્યા બદલી શકશે

ઇસરોનું આ વખતનું ચંદ્રયાન વધારે આધુનિક છે. ઈસરોએ ચંદ્રયાન-3ના  લેન્ડિંગ માટે 4 KM X 2.5 KMનો ત્રિજ્યા રાખ્યો છે. ઈસરોના વડાએ કહ્યું,  ‘અમે ચંદ્રયાનના લેન્ડિંગ માટે દક્ષિણ ધ્રુવની નજીકના એક ચોક્કસ પોઇન્ટને  ટાર્ગેટ કરીશું. જો કોઈ કારણસર લેન્ડિંગમાં સમસ્યા સર્જાશે તો ચંદ્રયાનને  તેની નજીક ગમે ત્યાં લેન્ડ કરી શકાય છે. અમે વૈકલ્પિક સ્થાન પર અવરજવર કરવા  માટે વધારે બળતણ અને ક્ષમતા પ્રદાન કરી છે. આ વખતે ચંદ્રયાન-3 ચંદ્ર જરૂર  લેન્ડ થશે.

ચંદ્રયાન-3માં કેટલા એન્જિન છે

ઇસરો દ્વારા નિર્મિત નવા ચંદ્રયાન-3માં કુલ 3 એન્જિન હશે, જેમાંથી લગભગ  80 ટકા મુંબઈમાં બનાવવામાં આવ્યા છે. ચંદ્રયાન 3 માં ઉપયોગમાં લેવાયેલા  તમામ એન્જિનના પાર્ટ્સ મુંબઈના ગોદરેજ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં  રાખવામાં આવ્યા છે. આ સ્પેસ ક્રાફ્ટમાં લાગેલું એન્જિન 90 ટકા સ્વદેશી છે,  જે ભારત માટે ગર્વની વાત છે.