અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી આટલા જિલ્લાઓમા છે કમોસમી વરસાદ જાણો

અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ માવઠુ થવાની આગાહિ કરવામા આવી છે.

હાલ ઉત્તર તરફના ફૂંકાતા તેજીલા અને બર્ફીલા પવનોને કારણે ગુજરાતીઓ ઠંડીમા ઠુઠવાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ટ્રફ રેખા ગુજરાત તરફ આગળ વધતા 7 જાન્યુઆરી બાદ કમોસમી વરસાદ માવઠુ થાય તેવી શકયતા છે.

રાજ્ય પર સર્જાયેલી બે વરસાદી સિસ્ટમના કારણે 7 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શકયતા છે.

8-9-10 જાન્યુઆરી મા કમ્સોઅમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જો કે 10 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શકયતા છે.

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ થવાનુ સંકટ ઘેરાતા ખેડૂતોને ઉભા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ઘઉં, ચણા, જીરૂ, લસણ સહિતના પાકને નુકસાન થવાની શકયતા છે.

ગુજરાત મા કડકડતી ઠંડી પડી રહી છે અને 10 શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે નોંધાયું હતુ.

સૌથી ઓછુ તાપમાન કચ્છના નલિયામાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને ડીસામાં 11 થી 13 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયું છે.

8 જાન્યુઆરીએ  જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ દમણ , નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાઓ તથા દાદરનગર હવેલીમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામા આવી છે.

 9 જાન્યુઆરીએ  રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 10 જાન્યુઆરીએ ઉતર ગુજરાત ના જિલ્લાઓ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.