Aadhaar Rules: આધાર કાર્ડમાં કેટલી વાર બદલી શકાશે જન્મતારીખ અને નામ-સરનામું, આ નિયમો 90 ટકા લોકો જાણતા જ નહીં હોય

આધાર કાર્ડ એ ભારતના લોકોની એક આગવી ઓળખ છે,

તેના વિના સરકારી યોજનાઓનો લાભ લેવો, કોલેજમાં એડમિશન લેવું, બેંક ખાતું  ખોલાવવું, લોન માટે અરજી કરવી કે મકાન ખરીદવું જેવા કામો કરવા અશક્ય છે.

આધાર કાર્ડ ધારક તેના જન્મતારીખમાં ફેરફાર જીવનમાં માત્ર બે વાર જ કરી શકાય છે.

આધાર કાર્ડ ધારકને આધારકાર્ડમાં લિંક અપડેટ કરવાની સુવિધા ફક્ત એક જ વાર આપવામાં આવે છે.

UIDAI દ્રારા આ બધી માહિતી અપડેટ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે.

આધાર કાર્ડ ધારક આધાર કાર્ડમાં પોતાનું નામ બદલવા માંગે છે, તો સૌ પ્રથમ તમે UIDAIની ઓફીશિયલ વેબસાઇટ  પર જાઓ અને તમારા મોબાઈલ નંબરની મદદથી લોગિન કરો.

આ પછી તમારે આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો. ત્યારપછી આધાર કાર્ડમાં નોંધાયેલા નંબર પર એક OTP આવશે.

 પેજ ખુલ્યાબાદ, નામ બદલવાનો વિકલ્પ પર ક્લિક કરો અને તમારા જરૂરી  દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરો ત્યારબાદ સબમિટ કરો અને મોકલો OTP  વિકલ્પ પસંદ કરો

આ પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. OTP દાખલ કર્યા પછી એપ્લિકેશન પ્રક્રિયા પુરી થશે.

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર આધાર કાર્ડમાં કોઈ ફેરફાર થશે નહીં