બેટરી સંચાલિત ત્રિ ચક્રી વાહન યોજના 2023-24 : 48000 સુધીની થ્રી વ્હીલર સહાય યોજના

48000 સુધીની થ્રી વ્હીલર સહાય યોજના :  ઇલેક્ટ્રિકલ ત્રિ ચક્રી વાહન સબસિડી વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના  શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે  સહાય મળે?

ક્લાઇમેટ ચેન્જની સમસ્યા આજકાલ સૌથી  મોટી સમસ્યા બનતી જય છે. વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે.  પર્યાવરણનું જતન અને ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી છે. પ્રદૂષણ ઘટાડવા  માટે અને પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી  છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો દ્વારા હવે પ્રદુષણરહિત સાધનોનો  આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને  કાર પણ હવે વિકસાવવામાં આવી રહ્યા છે.

થ્રી વ્હીલર સહાય યોજના કોણ અરજી કરી શકે? – વ્યક્તિગત અને સંસ્થાકીય અરજદારો

રજીપત્રક ક્યાંથી ઉપલબ્ધ થશે? – જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા જેડાની વેબસાઇટ પર

અરજી સાથે શું વિગતો આપવાની થાય છે? વ્યક્તિગત અરજદાર – આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ – ત્રિ ચક્રી વાહન ચલાવવા માટેના ડ્રાઈવિંગ લાયસન્સની સ્વપ્રમાણિત નકલ – અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/દિવ્યાંગ/મહિલા સાહસિક/સ્ટાર્ટઅપ  સાહસિક/ સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ/અતિગરીબ/બિન અનામત  વર્ગનાં આર્થિક પછાત અંગેના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ  (લાગુ પડતું હોય તો)

સંસ્થાકીય અરજદાર – સંસ્થાની નોંધણીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સંસ્થાના લાઇટ બિલ /  પ્રોપર્ટી ટેક્ષ બિલની સ્વપ્રમાણિત નકલ સંસ્થાનો ત્રિ ચક્રી વાહન ખરીદવા  અને વપરાશ કરવા અંગેનો ઠરાવ.

અરજીપત્રક કોને જમા કરાવવાનું રહેશે? – અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને અધિકૃત કરેલ ઉત્પાદકોનાં ડીલર્સ અથવા જેડા કચેરીમાં જમા કરાવવાનાં રહેશે.

પ્રાથમિકતાના ધોરણો : વ્યક્તિગત: રિક્ષાચાલક  / મહિલા સાહસિક / યુવા સ્ટાર્ટઅપ સાહસિક / શિક્ષિત બેરોજગાર / અનુસૂચિત  જાતિ /સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ / અતિ ગરીબ /  અનુસૂચિત જનજાતિ / દિવ્યાંગ / બિનઅનામત વર્ગના આર્થિક પછાત

સંસ્થાકીય: સહકારી મંડળીઓ / યાત્રાધામો / બિન નફાકારક સંસ્થાઓ / સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ / શૈક્ષણિક સંસ્થાઓ.

આ અંગે રાજ્ય સરકારની કેટલી સબસિડી મળવાપાત્ર છે? – 48000 પ્રતિ વહાન સબસિડીનો લાભ કઈ રીતે મળશે? – જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમા કરાશે.

વાહનોના અધિકૃત ઉત્પાદક, મોડલ, મહત્તમ ભાવ તથા તેમના ડીલર્સની માહિતી કયાંથી ઉપલબ્ધ થશે? – જેડા ની વેબસાઈટ geda.gujarat.gov.in

વાહનોના અધિકૃત ઉત્પાદક, મોડલ, મહત્તમ ભાવ તથા તેમના ડીલર્સની માહિતી કયાંથી ઉપલબ્ધ થશે? – જેડા ની વેબસાઈટ geda.gujarat.gov.in

માન્ય ઉત્પાદકોનું લીસ્ટ : – વર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ, વડોદરા ૭૭૭૯૦૪૩૨૪૧, – કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ, પુણે ૯૦૯૬૦૦૧૧૧૦, – મહિન્દ્રા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ, બેંગલોર ૯૬૨૪૦૧૪૭૫૭, – અતુલ ઓટો લિમિટેડ, રાજકોટ ૮૯૮૮૮૭૦૯૯૯, – દિલ્લી ઈલેક્ટ્રિક ઓટો પ્રાઇવેટ લિમિટેડ હરિયાણા ૯૩૫૦૨૦૯૬૫૯, – ઓક્યુલસ ઓટો ઇન્ડસ્ટ્રીઝ એલએલપી, હિંમતનગર ૯૬૩૮૭૨૭૫૭૬, – ઇબઝ મોબિલિટી એલએલપી, અમદાવાદ ૯૯૦૯૬૦૧૨૩૬