Vridha Pension Yojana 2024 : વૃદ્ધ પેન્શન યોજના 2024, દર મહિને રૂ.1250 ની સહાય, અરજી ફોર્મ અને અરજી પ્રક્રિયા

Vridha Pension Yojana વૃદ્ધ પેન્શન યોજના 2024, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.

Vridha Pension Yojana

  • યોજનાનુ નામ : ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
  • લાભાર્થી જૂથ : ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિ
  • મળતી સહાય : રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
  • અમલીકરણ : મામલતદાર કચેરી
  • વેબસાઇટ : sje.gujarat.gov.in

Vridha Pension Yojana ઇન્દિરા ગાંધી રાષ્ટ્રી

ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. Gujarat Vridha Pension Yojana 2024 આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે.

Vridha Pension Yojana પાત્રતા ધોરણો

  • લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
  • લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.

Vridha Pension Yojana સહાય ડોકયુમેન્ટ લીસ્ટ

  • ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(આ પૈકી કોઇ પણ એક)
  • ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
  • લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ

Vridha Pension Yojana સહાયની રકમ

૬૦ થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 સહાય આપવામા આવે છે. તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1250 સહાય આપવામા આવે છે. મઘડપણ મા આ સહાય મળવાથી વૃદ્ધો ને પોતાનુ ગુજરાન ચલાવવા માટે આ સહાયથી એક ટેકો મળી જાય છે.

આ યોજનાઓ અંતર્ગત સહાયની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામા આવે છે.

સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને વૃધ્ધો માટે ઘની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને આ યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ યોજનાઓને વધુ મા વધુ શેર કરો.

Vridha Pension Yojana અરજી ફોર્મ અને અરજી પ્રક્રિયા

  • તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
  • તમારા તાલુકાની મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય છે

Vridha Pension Yojana Form

Vridha Pension Yojana મા દર મહિને કેટલી સહાય આપવામા આવે છે ?

રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને

Vridha Pension Yojana મા આવક મર્યાદા શું છે?

ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000 અને શહેરી વિસ્તાર માટે રૂ.150000.

Vridha Pension Yojana અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરી શકાશે

અરજી ફોર્મ digitalsevasetu.gujarat.gov.in ડાઉનલોડ કરી શકાશે.

મારા વિશે જાણો… હેલો મિત્રો મારું નામ કૈલાશ માળી છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને નાણા વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. સત્તાવાર વેબસાઈટ પરથી માહિતી એકઠી કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.