Gujarat High Court Recruitment : ગુજરાત હાઇકોર્ટ માં વિવિધ પોસ્ટ માટે ભરતી અહીથી અરજી કરો

High Court Recruitment : ગુજરાત હાઇકોર્ટ માં વિવિધ પોસ્ટ માટે ભરતી અહીથી અરજી કરો. નમસ્કાર મિત્રો ! ફરીથી આજે અમે ગુજરાત હાઇકોર્ટની નવી ભરતી ની જાહેરાત વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ. જો આપ ગુજરાત હાઇકોર્ટની નોકરી કરવા માટે ઇચ્છુક છો નોકરીની શોધમાં છો તો આજે અમે ગુજરાત હાઇકોર્ટની એક મોટી સંખ્યાની થનાર ભરતી વિશે આપને વિગતવાર માહિતી આપી રહ્યા છીએ આપ આ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.અહીંથી અમે ગુજરાત હાઇકોર્ટની નોકરી માટેની વિવિધ જગ્યાઓ, તે માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી કરવાની રીત વિશેઆપણે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ.

High Court Recruitment 2024

  • પોસ્ટનુ નામ : વિવિઘ
  • નોકરી સ્થળ : ગુજરાત,ભારત
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 26 મે 2024
  • અરજી માધ્યમ : ઓનલાઈન

Gujarat High Court Recruitment ખાલી જગ્યા 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી જાહેરાત મુજબ જગ્યાઓ ની વિગત જુદી જુદી 1578 જગ્યા ઉપર આ ભરતી કરવામાં આવનાર છે. શૈક્ષણિક લાયકાત સહિતની પાત્રતા ધરાવતા ઉમેદવારો 26 મે સુધી તેમની ઉમેદવારી અરજી ઓનલાઇન માધ્યમથી OJAS High Court ઉપર કરી શકે છે. અંગ્રેજી સ્ટેનોગ્રાફર 54 જગ્યા, ડેપ્યુટી સેક્શન ઓફિસર 122 જગ્યા, કોમ્પ્યુટર ઓપરેટર 148 જગ્યા, ડ્રાઇવર 34 જગ્યા, કોર્ટ ઓફિસ એટેન્ડન્સ/ હોમ એટેન્ડન્સ 208 જગ્યા, કોર્ટ મેનેજર 21 જગ્યા, જિલ્લા, લેબર અને ઔદ્યોગિક કોર્ટમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર ની 521 જગ્યા બેલીફની 210 જગ્યા, ટ્રાન્સલેટરની 16 જગ્યા રાજ્યની નીચલી અદાલતોમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર 245 જગ્યા.

Gujarat High Court Recruitment શૈક્ષણિક લાયકાત

અંગ્રેજી સ્ટેનોગ્રાફર માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીના સ્નાતક ઉપરાંત સ્ટેનોગ્રાફરની નિયત લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમજ ડેપ્યુટી સેક્શન અધિકારી માટે પણ સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે, જ્યારે કોમ્પ્યુટર ઓપરેટર ની જગ્યા માટે ઉમેદવાર કોમ્પ્યુટર વિષયમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

ડ્રાઈવર માટેની લાયકાત ધોરણ 10 પાસ તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ. કોર્ટ મેનેજર ની જગ્યા માટે ઉમેદવાર મેનેજમેન્ટ વિષયમાં 55% માર્ક સાથે માસ્ટર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ પાંચ વર્ષનો અનુભવ પણ ધરાવતા હોવા જોઈએ. બેલીફની જગ્યા માટે ઉમેદવાર ધોરણ 12 પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.

જ્યારે હોમ એટેન્ડન્સ માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 એટલે કે એસ.એસ.સી. છે. હાઇકોર્ટ દ્વારા ટ્રાન્સલેટરની જગ્યાઓ માટે પણ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય યુનિવર્સિટીના સ્નાતક હોવા જોઈએ. હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં શૈક્ષણિક લાયકાત જગ્યાને અનુરૂપ રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન કાળજી પૂર્વક વાંચી તમામ લાયકાત ધરાવતા હોયતોજ ઉમેદવારી અરજી કરવી જોઈએ.

Gujarat High Court Recruitment પગારધોરણ

અંગ્રેજી સ્ટેનોગ્રાફર માટે ઉમેદવારોને મેટ્રિક લેવલ રૂપિયા 39900 થી 1,26,600 આપવામાં આવશે જ્યારે કોમ્પ્યુટર ઓપરેટરના ઉમેદવારો માટેનો પગાર ધોરણ 19900 થી 63200 સુધી મળશે. ડ્રાઇવરનું પગાર ધોરણ 19900 થી 63200 છે. જ્યારે ઓફિસ એટેન્ડન્સ અને હોમ એટેન્ડન્સ નું પગાર ધોરણ ₹14800 થી ₹47100 રાખવામાં આવ્યું છે. કોર્ટ મેનેજર માટેનું પગાર ધોરણ ₹56100 રાખવામાં આવ્યું છે. બેલીફ માટેનું પગાર ધોરણ ₹1900 થી 63200 રાખવામાં આવેલું છે. જ્યારે હાઇકોર્ટના ટ્રાન્સલેટરની જગ્યાઓ માટે ઉમેદવારનું પગાર ધોરણ ₹35400 થી 122400 છે.

Gujarat High Court Recruitment વયમર્યાદા

હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં ઉમેદવારો માટેની વય મર્યાદા 18 થી 35 વર્ષ રાખવામાં આવી છે. અનામત સંવર્ગના ઉમેદવાર મર્યાદામાં છૂટછાટ મળી શકે છે. જ્યારે કોર્ટ મેનેજર ની જગ્યા માટે ઉમેદવારની વય 25 વર્ષથી 40 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે જિલ્લા લેબર કોર્ટ માટે ના સ્ટેનોગ્રાફર ની જગ્યા માટે ઉમેદવારોની વય 21 વર્ષથી 40 વર્ષ રાખવામાં આવી છે. તેમજ અંગ્રેજી સ્ટેનોગ્રાફર ની જગ્યા માટે પણ ઉમેદવારોની વય મર્યાદા 21 વર્ષથી 40 વર્ષની રાખવામાં આવી છે. નિયમો અનુસાર અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

Gujarat High Court Recruitment મહત્વની તારીખ 

કોર્ટની ભરતી ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારી કરવા માટે ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા તેમની અરજી ઓનલાઇન કરવી જરૂરી છે જુદી જુદી જગ્યાઓ માટે અરજી કરવાની આખર તારીખ 26 મે 2024 રાખવામાં આવી છે. જ્યારે જ્યારે કેટલીક જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હવે પછી શરૂ કરવામાં આવનાર છે.

Gujarat High Court Recruitment અરજી કરવા માટે જરૂરી લીંક 

Gujarat High Court Recruitment અરજી કરવાની રીત

ઉમેદવારોએ સૌપ્રથમ High Court OF Gujarat (OJAS ) ની વેબસાઈટ પર જઈ એપ્લાય ના બટન ઉપર ક્લિક કરી તે સાથે આપેલું જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી કાળજીપૂર્વકવાંચન કરવું જોઈએ. અને ત્યારબાદ જે તે જગ્યાઓ માટેનું ફોર્મ ઓપન કરી ઉમેદવારોએ માગવામાં આવેલી વિગતો કાળજીપૂર્વક ભરવી જોઈએ.

અને ત્યારબાદ ફોટો સહીનો નમુનો વગેરે અપલોડ કરવાના પ્રમાણપત્રો કાળજીપૂર્વક નિયત નમૂનામાં અપલોડ કરવા જોઈએ. ત્યારબાદ તેઓએ કરેલી અરજી ફરીથી વાંચી લેવી જોઈએ. જો સુધારો હોય તો કરવો જોઈએ અન્યથા યોગ્ય લાગે તો કન્ફર્મ કરી કરવી જોઈએ. હવે જે તે જગ્યાઓ માટે ઉમેદવારને લાગુ પડતી ફી ઓનલાઈન માધ્યમથી ભરી દેવી જોઈએ. ત્યારબાદ અરજી ફી નું ચલણ અને ઉમેદવારની અરજીની પ્રિન્ટ કાઢી ઉમેદવારોએ પોતાની પાસે રાખવી જોઈએ.