Gujaratis:માટે મોટું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા બે દિવસ હીટવેવની આગાહીબપોરનું તાપમાન 40થી 44 ડિગ્રી સુધી વધી શકેબસ સ્ટેન્ડો પર ઓઆરએસ-પાણીની વ્યવસ્થા કરાશેહવામાન વિભાગ દ્વારા આગામી 13 મે સુધી હીટવેવનીઆગાહીકરવામાંઆવી છે. આ દરમ્યાન શહેરમાં મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27થી 31 ડિગ્રી વચ્ચેરહેશે.હવામાન વિભાગના જણાવ્યાનુસાર મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો ઘટાડો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 55 ટકા નોંધાયું હતું.

સાઉથ-વેસ્ટ દિશાથી 8 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા.

આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉંચકાશે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે પાલિકા પણ શહેરીજનોને લૂથી બચવા માટે જરૂરી સૂચનો આપ્યા છે. જેમાં હીટ સ્ટ્રોકથી બચવા માટે નાગરિકોને વારંવાર પાણી પીવા માટે અને શક્ય હોય તો સુતરાવ કપડાં પહેરવાની સલાહ પણ આપવામાં આવી છે. આ સિવાય આગામી દિવસોમાં નાગરિકોને હીટ સ્ટ્રોકથી બચવા માટે પાલિકાના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઓઆરએસ અને પીવાના પાણીની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે એવું સૂત્રોનું કહેવું છે.

ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે

. રાજ્યમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સોમવારે ગુજરાતના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે. તો 39.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ રહ્યું છે. 10 શહેરોનું તાપમાન 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો 39.1 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. માર્ચ પુરો થતા થતા તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી જશે તેવી આગાહી સામે આવી રહી છે. આજે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના લોકો આકરી ગરમી માટે તૈયાર રહે. માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે કે ઘટાડો? આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં ક્યાં કેવી રહેશે સ્થિતિ તે અમે તમને જણાવીશું..

અહીં ગરમ પવનો ફૂંકાવવાની આગાહી છે.

આગામી પાંચ દિવસમાં સોરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે. આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હિટવેવની શક્યતા છે. હાલ પોરબંદરમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે કંડલામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અહીં હીટવેવની સાથે આગામી પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. અહીં ગરમ પવનો ફૂંકાવવાની આગાહી છે.

દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.