Facebook:માંથી પૈસા કેવી રીતે કમાવા

મિત્રો આપણે બધા Facebook નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણો બધો સમય ફેસબૂક પર વિડિઓ જોવા અને અન્ય પ્રવુતિઓ માટે બગાડતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે લોકો Facebook માંથી લાખો રૂપિયા કમાઈ છે. જો તમે પણ જાણવા માંગો છો કે

Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? : સમજો પૈસા કયારે અને કેવી રીતે મળે છે?

અત્યારે ઘણા બધા લોકો એવું માને છે કે Facebook પર પોતાનું એકાઉન્ટ બનાવી અને તેના પર વિડિઓ અપલોડ કરીએ એટલે પૈસા કમાવાનું ચાલુ થઈ જાય છે. પરંતુ એવું નથી.

મિત્રો તેના માટે તમારે ફેસબુક પર ફેસબુક પેજ બનાવાનું રહેશે અને તે Facebook Page ને મોનેટાઇઝ કરવું પડશે અને તે ફેસબુક પેજ મોનેટાઇઝ થશે ત્યારે તમારા વિડિઓ પર એડ ચાલુ થઈ જશે અને ત્યારે તમે ફેસબુકથી પૈસા કમાઈ શકો છો.

જો તમારું ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તમારી ફેસબુક પેજ પર ખુબ બહોળા પ્રમાણ ઓડિયન્સ(ટ્રાફિક) છે તો તમે અન્ય ઘણી રીતે પૈસા કમાઈ શકો છો. તો ચાલો જાણીએ કે ફેસબુક પેજ અને તેના સિવાય Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?.

Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? : પહેલા તો જાણો ફેસબુક પેજ કેવું હોય છે?

મિત્રો તમે સૌથી પહેલા એ સમજી લો કે ફેસબુક પ્રોફાઈલ અને ફેસબુક પેજમાં રાત-દિવસનું અંતર હોય છે. જેમાં તમે ફેસબુક પ્રોફાઈલ દ્રારા પૈસા કમાઈ નથી શકતા માત્ર મનોરંજન માટે તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ફેસબૂક પેજ ખુબ જ અલગ છે જેનો ઉપયોગ કરીને તમે તેને મોનેટાઇઝ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો.

ફેસબુક પેજ એ એક પ્રકારનું ફેન પેજ હોય છે. જે કોઈ એક્ટર, રાજનેતા, કંપની, ખેલાડી, સિલેબ્રિટી વગેરેનું ફેસબુક પેજ હોય છે. Facebook Page એ સામાન્ય લોકો પણ બનાવી શકે છે. Facebook Page તમે એકદમ ફ્રી બનાવી શકો છો તેને બનાવા કે ચલાવવા માટે કોઈપણ પ્રકારની ફ્રી લગતી નથી.

હવે સરળ રીતે સમજો ફેસબુક પેજ શું છે? : તમે જ્યારે પણ ફેસબુક ચાલુ કરો છો અને તમે તેમાં વિડિઓ જોવા જાઓ છો ત્યારે તમને ત્યાં વિવિધ વિડિઓ જોવા મળે છે.

હવે તમારી સામે જેમ કે કપિલ શર્મા શો નો વિડિઓ આવ્યો અને તમે તેને જોવો છો અને તે વિડિઓ પર કોઈ વાર એડ પણ આવે છે. પરંતુ જયારે તમે તે વિડિઓના પ્રોફાઈલ પર ક્લિક કરો છો. ત્યારે તમને ત્યાં કપિલ શર્મા શો ના તમામ વિડિઓ જોવા મળે છે. જે એક પેજ છે.

તમે આમ કોમેડી, ગેમિંગ, સ્પોર્ટ્સ, ફિલ્મ, ટેક્નિકલ, નોલેજ આમ જે તમામ પ્રકારના વિડિઓ જોવો છો તે તમામ વિડિઓ પેજ પર અપલોડ હોય છે. જે પેજના માલિક સામાન્ય વ્યક્તિઓ હોય છે.

આમ, આ રીતે તમે પણ તમને ક્યા વિષય પર રસ છે. તે નક્કી કરીને ફેસબુક પેજ બનાવી શકો છો. તેના પર વિડિઓ અપલોડ કરીને તેને પહેલા મોનેટાઇઝ કરાવાનું હોય છે જેને મોનેટાઇઝ કરીને પૈસા કમાઈ શકો છો.

તો તમે હવે સમજી ગયા હશો કે ફેસબુક પેજ કેવું હોય છે. તો આગળ ચાલો જાણીએ, Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? અને Facebook Page ને મોનેટાઇઝ કેવી રીતે કરવું?

ફેસબુક પેજ બનાવ્યા બાદ મોનેટાઇઝ કેવી રીતે કરવું અને તેનાથી પૈસા કેવી રીતે મળે છ

Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? : મિત્રો ફેસબુક પેજ બનાવ્યા બાદ તમે તેને 5 રીતે મોનેટાઇઝ કરી શકો છો અને તે 5 રીતે અલગ-અલગ પૈસા કમાઈ શકો છો. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

In – Stream Ads

જ્યારે તમે ઇન-સ્ટ્રીમ જાહેરાતો દ્વારા તમારા Facebook Page ને મોનેટાઇઝ કરો છો, તો જયારે તમે તમારા ફેસબુક પેજ પર વિડિઓ અપલોડ કરો છો ત્યારે તે વિડિઓ પર જાહેરાતો દેખાવાનું શરૂ થાય છે અને તમને તેના પૈસા મળે છે.

In – Stream Ads દ્રારા ફેસબુક પેજ મોનેટાઇઝ કયારે થશે :-

  • તમારા ફેસબુક પેજ પર ઓછામાં ઓછા 5 વિડિઓ અપલોડ કરેલા હોવા જોઈએ.
  • તમારા ફેસબુક પેજ પર ઓછામાં ઓછા 5000 હજાર ફોલવર્સ હોવા જોઈએ.
  • તમે તમારા પેજ પર જે વિડિઓ અપલોડ કર્યા છે તે વિડિઓ પર 60 દિવસમાં 6000 મિનિટનો વોચ ટાઈમ હોવો જોઈએ.
  • તમારા Facebook Page પર આટલી પાત્રતા પૂર્ણ થશે એટલે તમારા વિડિઓ પર જાહેરાતો ચાલુ થઈ જશે અને તમને પૈસા ચાલુ થઈ જશે.

Live Ads

મિત્રો In – Stream Ads દ્રારા જો તમારા પેજ મોનીટાઈજ થઈ ગયું છે તો માત્ર તમારા દ્રારા અપલોડ કરેલ વિડિઓ પર જ એડ જોવા મળશે. પરંતુ જો તમે તમારા ફેસબુક પેજ લાઈવ થશો ત્યારે તમારા ફોલવર્સને જાહેરાત જોવા નહીં. તે માટે જો તમે લાઈવ થવો ત્યારે પણ જાહેરાત દ્રારા પૈસા કમાવા માંગો છો તો Live Ads દ્રારા મોનેટાઇઝ કરવું જરૂરી છે.

  • છેલ્લા 30 દિવસમાં ઓછામાં ઓછા 3 વીડિયો તમારા પેજ પર અપલોડ કરેલ હોવા જોઈએ.
  • તમારા ફેસબુક પેજ પર ઓછામાં ઓછા 10,000 હજાર ફોલવર્સ હોવા જોઈએ.
  • તમે તમારા પેજ પર જે વિડિઓ અપલોડ કર્યા છે તે વિડિઓ પર 60 દિવસમાં 600000 મિનિટનો વોચ ટાઈમ હોવો જોઈએ અને 6 લાખમાંથી, 60000 મિનિટનો જોવાનો સમય તમારા લાઇવ વિડિઓમાંથી હોવો જોઈએ.
  • તમારા Facebook Page પર આટલી પાત્રતા પૂર્ણ થશે એટલે તમારા લાઈવ વિડિઓ પર જાહેરાતો ચાલુ થઈ જશે અને તમારા લાઈવ પ્રોગ્રામ પર પણ પૈસા ચાલુ થઈ જશે.

Bonuses

મિત્રો તમે ફેસબુક પર રિલ્સ વિડિઓ તો ખુબ જ જોતા હશો. જો તમે તમારા પેજ પર રિલ્સ વિડિઓ અપલોડ કરો છો તો ફેસબુક તેમને બોનસ આપે છે. તે માટે તમે જેટલી રિલ્સ વિડિઓ વધુ અપલોડ કરશો તેટલી તમને વધુ બોનસ મળશે.

Bonuses દ્રારા ફેસબુક પેજ મોનેટાઇઝ કયારે થશે :

  • મિત્રો Bonuses ઓપ્શન દ્રારા પૈસા કમાવા માટે તમારે કોઈ પ્રકારની યોગ્યતા પૂર્ણ કરવાની જરૂર નથી. માત્ર તમારે તમારા Facebook Page પર વધુમાં વધુ રિલ્સ વિડિઓ અપલોડ કરવાનાં રહેશે.

Stars

મિત્રો તમે ફેસબુક પર રિલ્સ વિડિઓ તો ખુબ જ જોતા હશો અને તે રિલ્સ પર Stars પણ આપતાં હશો. તો જો તમારા ફેસબૂક પેજ પર દિવસમાં 500 ફોલવર્સ છે. તો તમારી રિલ્સ વિડિઓમાં Stars ઓપ્શન ચાલુ થઈ જશે. જો જ્યારે લોકો તમારી રિલ્સ જોશે ત્યારે તે લોકો તમને ભેટ તરીકે સ્ટાર્સ મોકલી શકે છે.

અત્યારે Facebook પર 100 સ્ટાર્સના બદલામાં તમને $1 મળે છે, એટલે કે, જો કોઈ તમને 100 સ્ટાર્સ મોકલે છે, તો Facebook તમને બદલામાં $1 આપે છે, જે ભારતીય રૂપિયામાં આશરે ₹82 છે.

Subscription

જો મિત્રો તમારો ફેનબેસ મોટો છે એટલે કે તમારી લોકપ્રિયતા વધુ છે તો તમે Subscription ઓપ્શનના ઉપયોગથી પૈસા કમાઈ શકો છો.

જેમ કે તમે ઓનલાઇન કોઈ કોચિંગ સેન્ટર ચલાવો છો તો તમે વિવિધ કોર્સ અન્ય વસ્તુ માટે Subscription રાખી શકો છો અને લોકો પાસેથી તે કોર્સ માટે પૈસા લઈ શકો છો અથવા તે લોકો સામેથી તમારું Subscription લે છે.

  • તમારા ફેસબુક પેજ પર ઓછામાં ઓછા 10,000 હજાર ફોલવર્સ હોવા જોઈએ.
  • તમારા પેજ પર સાપ્તાહિક ઓછામાં ઓછા 250 પરત આવતા મુલાકાતીઓ હોવા જોઈએ.
  • તમારી પોસ્ટની સંલગ્નતા ઓછામાં ઓછી 50K હોવી જોઈએ.
  • તમારા પૃષ્ઠમાં ઓછામાં ઓછી 180K ઘડિયાળની
  • મિનિટ પૂર્ણ હોવી જોઈએ.

મિત્રો Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? તો ઉપર આપેલ પેજ મોનેટાઇઝની પાંચ રીતે ફેસબૂક થી પૈસા કમાઈ શકો છો. લોકો અત્યારે ફેસબુક પેજનો ઉપયોગ કરીને અત્યારે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. જો તમારું પેજ મોનેટાઇઝ છે તો તમે તેના સિવાય અનેક રીતે પૈસા કમાઈ શકો છો. તો ચાલો જાણીએ કે, ફેસબુક મોનેટાઇઝ પેજ સિવાય અન્ય કઈ રીતે Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?. ચાલો જાણીએ.

ફેસબુક પેજ સિવાય આ 5 રીતે Facebook માંથી પૈસા કમાઈ શકો છો.

જો તમારું ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તમારા પેજની લોકપ્રિયતા વધુ છે સાથે તમારા ફેસબુક પેજ પર વધુ ટ્રાફિક છે તો તમે આ નીચે આપેલ 4 રીતે રૂપિયા કમાઈ શકો છો (અત્યારે લોકો આ નીચે આપેલ 4 રીતનો વધુ ઉપયોગ કરે છે.)

પ્રમોશન પોસ્ટ દ્રારા Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારી પાસે ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તેના પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ફેસબુક પેજ પર કોઈ કંપની કે કોઈપણ અન્ય વ્યક્તિની પ્રમોશન પોસ્ટ બનાવી શકો છો જેમાં તમે કોઈ બ્રાન્ડ અથવા કોઈ બીજા પેજને ટેગ કરીને તેને તમારા ફેસબુક પેજ પર પોસ્ટ પ્રમોટ કરી શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ કે અન્ય વ્યક્તિઓ પોતાનું પ્રમોશન કરવા માટે લોકપ્રિય ફેસબુક પેજ પર પોતાની પ્રમોશન પોસ્ટ મોકલતી હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ફેસબુક પેજ પર અન્ય કંપની કે લોકોની પ્રમોશન પોસ્ટ મોકલવા માટે હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

પ્રાઈવેટ એડ દ્રારા Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારી પાસે ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તેના પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ફેસબુક પેજ પર કોઈ કંપની, એપ્લિકેશન, દુકાન કે કોઈપણ અન્ય વ્યક્તિની એડ વિડિઓ બનાવી તમારા ફેસબુક પેજ પર અપલોડ કરી શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ, એપ્લિકેશન કંપની, અન્ય વ્યક્તિઓ કે દુકાનોના માલિકો પોતાનો પ્રચાર કરવા માટે લોકપ્રિય ફેસબુક પેજ પર પોતાની એડ વિડિઓ મોકલતા હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ફેસબુક પેજ પર અન્ય કંપનીઓ પોતાની એડ વિડિઓ મોકલવા માટે હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

પ્રોડક્ટ પ્રમોટ દ્રારા Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારી પાસે ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તેના પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ફેસબુક પેજ પર તમારી કોઈપણ વસ્તુ કે અન્ય કોઈપણની વસ્તુ તમારા ફેસબુક પેજ દ્રારા પ્રમોટ કરી શકો છો.

આમ જો તમારી પાસે પોતાનું કે અન્ય કોઈપણ કંપનીનું પ્રોડક્ટ જેમ કે ટી-શર્ટ, બુટ, મોબાઇલ વગેરે તમામ પ્રોડક્ટને તમે તમારા પેજ પર વેચીને પૈસા કમાઈ શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ જયારે પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરતા હોય છે ત્યારે લોકપ્રિય ફેસબુક પેજ દ્રારા પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ફેસબુક પેજ પર અન્ય કંપનીઓની પ્રોડક્ટ વેચીને હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

એફિલિએટ માર્કેટિંગ દ્રારા Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારી પાસે ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તેના પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ફેસબુક પેજ દ્રારા એફિલિએટ માર્કેટિંગ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો.

જો તમારા પેજમાં વધારે લોકો જોડાયેલા હોય અને લોકો તમારા વિડિઓને વધુ લોકો જોવે છે તો તમે તમારા પેજ દ્વારા વિવિધ વસ્તુઓનો વિડિઓ બનાવી તેના વિશે માહિતી આપી શકો છો અને તે વસ્તુની લિંક નીચે આપી શકો છો. જેથી લોકો તે લિંક પરથી વસ્તુ ખરીદે છે તો તમને તે વસ્તુનું કમિશન મળે છે.

આમ ઘણા બધા લોકો પોતાના ફેસબુક પેજ પર વિવિધ વસ્તુઓના વિડિઓ બનાવી તેના વિશે માહિતી આપી એફિલિએટ માર્કેટિંગ કરીને હજારો થી લાખો રૂપિયા કમાતા હોય છે.