storm:આવી રહ્યું છે

હોળી પહેલા અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી : કરા સાથે આવશે વરસાદગુજરાતમાં આજથી ગરમીનો પારો ચઢી રહ્યો છે. હવે બરાબરની ગરમી પડવાની શરૂ થશે. હોળી સુધી રાહ જોવાની જરૂર જ નથી. હાલ બપોરના સમયમાં અંગ દઝાડે તેવી ગરમી પડી છે. ત્યારે આ વચ્ચે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ એકવાર વરસાદની આગાહી

કમોસમી માવઠું ફરી એકવાર જગતના તાત માટે મુશ્કેલી નોતરતે. ગુજરાતમાં 17 થી 20 સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે.

આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે. એટલુ જ નહિ,

હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે.

આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળાના ઉપસગારમાં હાલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે.આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.