murder of father and brother:લાશ ફ્રિજમાં મૂકી

છોકરી પિતા-નાના ભાઈની હત્યા કરીને પ્રેમી સાથે ભાગી, ફ્રિજમાં મૂકી લાશ, મર્ડરની રાતનો વીડિયોમધ્યપ્રદેશના જબલપુરમાં ડબલ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. આ હત્યામાં આરોપી યુવક સાથે મૃતકની પુત્રી પણ સામેલ હોવાનું પોલીસ હવે માની રહી છે. તેણીનું અપહરણ થયું ન હતું, પરંતુ તે પોતે આરોપી સાથે ભાગી ગઈ હતી. વાસ્તવમાં પોલીસને કેટલાક CCTV ફૂટેજ મળ્યા છે જેના કારણે અપહરણની આશંકા લાગતી નથી. કેમેરામાં યુવતી આરોપી સાથે ગેટની બહાર જતી જોવા મળી અને સાથે મરજીથી ફરતી જોવા મળી રહી છે. આ દ્રશ્યો જોઇને અપહરણ કરાયું હોવાનું નથી લાગી રહ્યું

પોલીસે 800 સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા


સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીઓના દરેક લોકેશનને ફોલો કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ઘટના સ્થળેથી શહેરના વિવિધ સ્થળોએ 800થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનની સાથે ક્રાઈમ બ્રાન્ચની પાંચ જેટલી ટીમો આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે. ઘટનાના દિવસે એટલે કે 15મી માર્ચે હત્યા બાદ આરોપી મુકુલસિંહ બપોરે 12.20 વાગ્યે સ્કૂટર પર રેલવેની મિલેનિયમ કોલોનીમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો

થોડે દૂર ગયા બાદ મૃતક રાજકુમાર વિશ્વકર્માની પુત્રી પણ તેની પાછળ ચાલતી જોવા મળી હતી. પછી તે થોડે દૂર દોડીને એક્ટિવા પર ચડી અને આરોપી મુકુલસિંહ સાથે જતી રહી. આ પછી આરોપી યુવક અને મૃતકની પુત્રી મદન મહેલ સ્ટેશનના કેમેરા તેમજ અન્ય કંટ્રોલ રૂમના કેમેરામાં કેદ થઈ ગયા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ ટ્રેન દ્વારા અન્ય કોઈ શહેર જવા રવાના થયા છે

9વર્ષના ભાઈની હત્યા કરી ફ્રિજમાં રાખ્યો

પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ આ હત્યા શુક્રવારે સવારે 3 વાગ્યાથી વહેલી સવાર સુધી કરવામાં આવી હતી. સ્થળ પરથી ગેસ કટર પણ મળી આવ્યું હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ પાછલા દરવાજેથી ઘરમાં ઘૂસ્યા હતા અને પછી રેલવે કર્મચારી રાજકુમાર વિશ્વકર્માની પુત્રી સાથે મળીને હત્યા કરી હતી. રાત્રે 3:00 વાગ્યાથી સવારના 8:00 વાગ્યા સુધી આરોપી અને મૃતકની પુત્રી ફ્લેટમાં હાજર હતા. આ દરમિયાન આરોપીએ 9 વર્ષના બાળકને પણ મારી નાખ્યો પછી તેના ટુકડા કરી ફ્રિજની અંદર રાખ્યા હતા. જ્યારે રાજકુમાર વિશ્વકર્માના મૃતદેહને પોલીથીનમાં લપેટીને રસોડામાં રાખવામાં આવ્યો હતો. આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો છે

શું છે સમગ્ર મામલો?

જબલપુરના પોલીસ અધિક્ષક આદિત્ય પ્રતાપસિંહે જણાવ્યું કે આ મામલો સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન સ્થિત રેલવેની મિલેનિયમ કોલોનીનો છે. અહીં રહેતા રેલવે કર્મચારી રાજકુમાર વિશ્વકર્મા અને તેમના 8 વર્ષના પુત્ર તનિષ્કની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે રાજકુમારની દીકરીના ફોન પરથી તેના ભાઈના ફોન પર મેસેજ આવ્યો. તેમાં લખ્યું હતું કે હું મુકુલ છું. મેં રાજકુમાર અને તનિષ્કને મારી નાખ્યા છે. રાજકુમારનો ભાઈ ઈટારસીમાં રહે છે. તેણે તરત જ પોલીસને જાણ કરી છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ કેસની તપાસ ચાલી રહી છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે રાજકુમારની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવતા મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું બહાર આવી રહ્યું છે. બાળકીનું અપહરણ થયું નથી. ઉલટાનું તે પોતે આરોપી સાથે ગઈ હતી. હાલમાં રાજકુમાર વિશ્વકર્માની ગુમ થયેલી પુત્રી સાથે શંકાસ્પદ આરોપી મુકુલસિંહની શોધ ચાલી રહી છે