intensity of earthquakeઝટકાથી હલ્યું ગુજરાત

સૌરાષ્ટ્રમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. સૌરાષ્ટ્રમાં આવેલા માળીયાહાટીના સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. જુનાગઢ જિલ્લાના કેશોદ, માળિયા , માંગરોળ, માણાવદર પંથકમાં 6.24 વાગ્યે ધરતીકંપનો આંચકો આવ્યો છે. 3.5 તીવ્રતાનો આંચકો નોંધાયો છે

જુનાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિઝાસ્ટર ઓફિસર ક્રતુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે સાંજના 6:30 વાગ્યે માળીયા તેમજ આસપાસ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઇ ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ લોજિકલ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને જ્યાંથી માંગરોળથી 27 કિલોમીટર દૂર 3.5 તીવ્રતાનો આંચકો આવેલાનું જણાવ્યું હતું.

ભૂકંપને લઈ કોઈપણ નુકસાની થઈ નથી

ભૂકંપના આંચકાને લઈ જુનાગઢ ડિઝાસ્ટર ટીમ દ્વારા માંગરોળ માળિયા, કેશોદ ,મેંદરડા, માણાવદર તેમજ આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ જાણવા મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ ભૂકંપને લઈ પંથકમાં કોઈપણ નુકસાની થઈ નથી.અચાનક જ ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત થયા હતા. ભૂકંપનો આંચકો અનુભવતા લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.જેને લઇ ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ લોજિકલ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કર્યો હતો

ભારતીય તકતી અને યુરેશિયન તકતીઓની સીમાઓથી ૪૦૦ કિમી અંદર આવેલું છે, પરંતુ આ તકતીઓ વચ્ચે સતત સીમા પર અથડામણ થતી રહે છે. જ્યુરાસિક યુગમાં ગોંદવાના ખંડના ભંગાણ સમયે, આ વિસ્તાર પશ્ચિમ-પૂર્વ પ્રવાહના કારણે ભારે અસર પામ્યો હતો. યુરેશિયા તકતી સાથેના અથડામણના કારણે આ વિસ્તારની તકતીમાં ટૂંકા ગાળાના ભંગાણો તેમજ નવા ભંગાણો પડ્યા હતા. મધ્ય કચ્છમાં આને સંબંધિત ભંગાણો પડ્યા હતા. આ ભાત ૧૮૧૯માં આવેલા કચ્છના રણના ધરતીકંપ સાથે સંબંધિત છે. ૨૦૦૧નો ધરતી કંપ પહેલાં અજાણ્યા એવા દક્ષિણ ભંગાણને કારણે ઉદ્ભવ્યો હતો

જે ધરતીકંપના કેન્દ્રથી માત્ર ૨૦ કિમી દૂર હતું, તે મોટાભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો અને અંજાર, ભૂજ અને ભચાઉ તાલુકાના હજારો ગામોમાં તારાજી સર્જાઇ હતી. આ ગામોમાં લાખો ઘરો જેમાં ઐતહાસિક ઇમારતો અને પર્યટક સ્થળોનો સમાવેશ થતો હતો – પણ નાશ પામ્યા હતા